Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતાં દોડધામ : તંત્રએ જથ્થો કબ્જે કર્યો

ચૂંટણી કાર્ડના જથ્થાનો યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવાયા છે કેમ? ભારે ચર્ચા

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવ્યો છે. હાઉસિંગ બોર્ડની ગલીમાંથી કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં બિનવારસી પીવીસી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

   મામલાની જાણ થતાં પહોંચેલા અધિકારીઓ દ્વારા ચૂંટણા કાર્ડનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

તંત્ર  દ્વારા ચૂંટણી કાર્ડના જથ્થાનો યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવાયા છે કેમ? તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. ચૂંટણી કાર્ડ રદ કરાયેલા હોય કે આઉટડેટેડ થઈ ગયા હોય તો તેનો તંત્ર દ્વારા નિકાલ કરવો જરૂરી છે.

(8:31 pm IST)
  • આપરાધિક કેસની તપાસ દરમ્યાન પોલીસ અચલ સંપત્તિઓને જપ્ત અથવા કબ્જે કરી શકે નહિ : સુપ્રીમ કોર્ટ access_time 1:11 pm IST

  • શેરબજારમાં ભારે ઉતાર-ચડાવઃ સેન્સેકસ માઇનસમાંથી પ્લસમાં: રિલાયન્સ ઇન્ફોસીસ ઉછળ્યાઃ સેન્સેકસ ૬૦ અપ અને નીફટી ૧૧૫૯૪ ઉપર access_time 3:45 pm IST

  • ૩ લાખ જેટલા ઘરોમાં વીજળી પહોંચાડવા માટે ૧૪૭ મિલીઅન ડોલરના ખર્ચે કેન્યા સરકાર સોલાર પ્લાન્ટસ સ્થાપશે access_time 8:53 pm IST