Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જામનગર જિલ્લાના 182 દિવ્યાંગોને રાહત દરે જમીન ફાળવવા અંગે સરકારને નિર્ણંય કરવા હાઇકોર્ટનો આદેશ

સરકારે લે-આઉટ પ્લાનનું કારણ આપી ફાળવણી પ્રક્રિયા બંધ કરતા હાઇકોર્ટમાં પિટિશન

 

અમદાવાદ : જામનગર  જિલ્લાના ૧૮૨ દિવ્યાંગોને જમીન રાહતદરે જમીન ફાળવવાની અરજીઓ અંગે સરકાર ને યોગ્ય નિર્ણંય કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે  દિવ્યાંગોને રાહત દરે જમીન આપવાના સરકારી ઠરાવમાં લે-આઉટ પ્લાનનો ઉલ્લેખ હોવા છતાં સરકારે લે-આઉટ પ્લાનનું કારણ આપી ફાળવણી પ્રક્રિયા બંધ કરતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. સરકારી ઠરાવ પ્રમાણે કેસમાં લે-આઉટ પ્લાન વગર જમીન ફાળવણી કરી શકાય છે તેવું હાઇકોર્ટે નોંધ્યુ છે.

 

      અરજદારોની રજૂઆત હતી કે ૨૦--૨૦૦૧ના રોજ રાજ્ય સરકારે ઠરાવ દ્વારા નક્કી કર્યુ હતું કે દિવ્યાંગ વ્યક્તિઓને હરાજી વિના રાહત દરે જમીન ફાળવવામાં આવશે. જમીનનો ઉપયોગ રહેણાંક, વેપાર-વ્યવસાય કે અન્ય કોઇ પ્રવૃત્તિ માટે થઇ શકે છે. જમીન મેળવવા માટે ડિએબિલિટી એક્ટની જોગવાઇઓ અનુસાર ડિએબિલિટી સર્ટિફિકેટ અને અન્ય કેટલાંક દસ્તાવેજો રજૂ કરવાના હતા. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૯ દરમિયાન જામનગર જિલ્લના ૧૮૨ દિવ્યાંગ વ્યક્તિઓએ અરજી કરવામાં આવી હતી. પ્લોટ ફાળવણીની પ્રક્રિયા દરમિયાન પ્લોટનો યોગ્ય લે-આઉટ પ્લાન રજૂ થતા ફાળવણી મોકૂફ રાખવામાં આવી હતી, ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં મુદ્દે સમાધાન આવતા વર્ષ ૨૦૧૬માં હાઇકોર્ટમાં ૬૨ દિવ્યાંગોએ પિટિશન કરી હતી.

 

    અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિસએબિલિટી એક્ટ તેમજ રાજ્ય સરકારના ઠરાવમાં એવો ક્યાં ઉલ્લેખ નથી કે અરજીકર્તાએ લે-આઉટ પ્લાન પણ રજૂ કરવાનો રહેશે. હાઇકોર્ટે પણ રજૂઆત ગ્રાહ્ય રાખી નોંધ્યુ છે કે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે અરજીઓ સાથે લે-આઉટ પ્લાન રજૂ કરવાની જરૃર નથી. હાઇકોર્ટે ત્રણ મહિનાની સમયમર્યાદામાં અરજદારોની અરજીઓ અને અન્ય અરજીઓ અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે

(12:42 am IST)