Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ચોરીના ત્રણ ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી તા.૨૩: અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયેે ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી ે માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. .ડી. કે. વાદ્યેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી  (૧) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૭૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭, ૫૧૧ તથા  (૨) બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૭૬/૨૦૧૯, ઈ.પી.કો. ક.૩૮૦, ૪૫૭, ૧૧૪ તથા  (૩) બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હામાં નાસતા ફરતાં  નરેશ ઉર્ફે દેતડ મધુભાઇ વાદ્યેલા, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે. અમરેલી, સાવરકુંડલા બાયપાસ, મફતપરા તા.જી.અમરેલી વાળાને ે પકડી  અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.

(1:10 pm IST)