Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનઃ ઘર ઘર શૌચાલય યોજનામાં ગેરરીતીના આક્ષેપોઃ તપાસ

પોરબંદર તા.૨૩:  કેન્દ્ર સરકારના કચ્છ અભિયાન, ઘર ઘર શૌચાલય માટે મોટી ગ્રાન્ટ પોરબંદર પાલીકાને અપાઇ છે. આ ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય રીતે ન થયાની ફરિયાદો અને આરટીઆઇ થતા કેન્દ્ર સરકારમાંથી ટીમ આવી છે. જેથી દોડધામ મચી ગઇ છે.

ટીમ દ્વારા રસ્તા, શૌચાલયો લાઇટ, પાણી સહિતનું સર્ચ ઓપરેશન કરતા પાલિકાની સ્થિતી સાથે છછુંદર ગળ્યા જેવી થઇ છે.

પાલિકાએ શૌચાલયો બનાવી આપવા કિટ સહિત માલ સમાન પુરૂ પાડવાનું હોય છે. પરંતુ પુરતી વસ્તુ મળી નથી અને ગેરરીતી આચર્યાના આક્ષેપો થયા છે.

એલઇડી લાઇટો પણ આટલી ગુણવતાની વપરાય છે. એક તરફ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીની તૈયારી થઇ રહી છે. ત્યારે કેન્દ્રિય ટીમ આવતા દોડધામ મચી ગઇ છે.

(1:09 pm IST)