Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રેશનકાર્ડ, આધારકાર્ડની જેમ થેલેસેમીયા રીપોર્ટ ફરજીયાત કરો

પોરબંદરમાં ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્ કોલેજ ખાતે આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયા જાગૃતિ સેમિનાર યોજાયો

પોરબંદર, તા. ર૩ :  આજના સમયમાં અનેક ખતકનાક રોગમાં થેલેસેમિયા જીવલેણ માનવામાં આવે છે ત્યારે રેશનકાર્ડ, આધારકાર્ડની જેમ જ દરેક વ્યકિતનો થેલેસેમિયા રીપોર્ટ ફરજીયાત કરવું જોઇએ તેવું પોરબંદરમાં યોજવામાં આવેલા થેલેસેમીયા જાગૃતિ સેમીનારમાં વકતાએ જણાવ્યું હતું.

માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વિ. આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં પોરબંદરની શ્રી આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ બ્લડ બેન્ક દ્વારા કોલેજની યુવક-યુવતીઓનો થેલેસેમીયા જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

કોલેજના પ્રાચાર્યા ડો. હિનાબેન ઓડેદરા એ યુનિવર્સિટીના નિયમોનુસાર કોલેજના યુવક-યુવતીઓ માટે થેલેસિમીયા ટેસ્ટ ફરજીયાત છે ત્યારે આવા સેમિનારને આવકારી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.

ડો.વી.આર.ગોઢાણીયા બી.એડ્ કોલેજના ડાયરેકટ અને જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું. કે જેમ કેન્દ્ર સરકારે, પાનકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ, પાસપોર્ટ રેશનકાર્ડ ફરજીયાત સેમીયા રીપોટ ફરજીયાત કરવો જોઇએ.

શ્રી આશા ચિલ્ડ્રન હોસ્પિટલના પી.આર. ઓ. શ્રી દક્ષ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આજે આ હોસ્પિટલમાં ૧૮૦ જેટલા બાળકો થેલસેમીયા પીડીત બાળકો છે આ બાળકોને દર મહિને લોહી આપવું પડે છે. થેલેસેમીયા વાળા બાળકો ન જન્મે તે પહેલા લગ્ન પૂર્વે આ ટેસ્ટ કરાવવો  જરૂરી છે. થેલેસેમીયા બાળકોને જન્મ આપનાર મા-બાપો જવાબદાર છે. આથી આવા બાળકો જન્મે તે પહેલા થેલેસેમીયા જાગૃતિથી થેલેસેમીયાને પોલીયોનાબુદીની જેમ દેશવટો આપી શકાય છે. શ્રી આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને બ્લડ બેન્કના પી.આર.એ. શ્રી કમલકાની શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૮ વર્ષથી આ હોસ્પિટલઆ થેલેસેમિયા બાળકોને દર મહિને પ૦૦ બોટલ નિઃશૂલક પુરા પાડે છે અઢારવર્ષથી બાળકોને ફ્રી સેવામાં લોહી ચઢાવવું અને લોહી આપવાની પ્રવૃત્તિ કરી રહ્યુ છે જેમાં શહેરના યુવક-યુવતીઓનો સહયોગ બહુ મોટો છે . આ યુવક-યુવતીઓના સહયોગ થકી આ હોસ્પિટલ ન ન્યુ દિલ્હી જી.એસ. બી.ટી. દ્વારા બ્લડ બેંકન રાષ્ટ્રીય એવોર્ડ ર૦૧૯માં મળ્યાં છે શ્રી જમનાદાસ રૂપારેલ મેડીકલ સેન્ટરમાં એક બોટલ લોહીનું પૃથકકરણ કરવાની જોગવાઇ માત્ર આ હોસ્પિટલમાં છે એક બોટલ લોહીમાંથી આર્ડીસી, પ્લટેલેટ, પ્લાઝમ ગણ પરીક્ષણ કરી શકાય છે અને એક બોટલ લોહીથી ત્રણ જીવોને બચાવી શકાય છે થેલેસેમીયાને કાયદાકીય રીતે નહીં જન સમાજની જાગૃતિ થકી જ દેશવટો આપી શકાશે.

આ તકે ચિલ્ડ્રન હોસ્પિટલના મેજર થેલેસેમીના દર્દીની માનસીબેન જાદવે પોતાના થેલેસેમીયા પીડીત અનુભવો વર્ણવી અને ભાવિ યુવા પેઢી આવા બાળકોને જન્મ ન આપે તે પહેલા લગ્ન પૂર્વે થેલેસેમીયા રીપોર્ટ કરાવીને આ રોગને નેસ્ત નાબુદ કરવા આહ્ર્વાન કર્યુ હતું. આ જાગૃતિ સેમીનારમા પ્રા. બ્રિજેશભાઇ દેસાણીએ સંચાલિત સંભાળ્યું હતું. આભાર વિધિ. પ્રા. જાનકીબેન જોષી એ કરી હતી.

સેમીનારમાં જલ્પાબેન ઓડેદરા, રક્ષાબેન પંડયા શ્રી આરતીબેન દવે, વૈશાલીબેન પુરોહિત, શ્રી જમરાભાઇ આગઠ શ્રી બાલુભાઇ ઉપાધ્યાય સહિત બી.એડ્ના પ્રશિક્ષણાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(1:08 pm IST)