Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પોરબંદરઃ મકાન માલીક બળજબરીથી ભાડુતી જગ્યા ખાલી કરાવી શકે નહિ

પોરબંદરની સિવિલ કોર્ટ દ્વારા અપાયેલ મહત્વનો ચુકાદો

પોરબંદર તા.૨૩: મકાન માલીક બળજબરીથી ભાડુતી દુકાન ખાલી કરાવી શકે નહી તેવો પોરબંદર કોર્ટ મહત્વનો ચુકાદો આપેલ હતો.

કોઇપણ શહેરમાં જુના ભાડુત વાળી મિલ્કત લઇને પછી ભાડુઆતોને કોઇપણ રીતે ખાલી કરાવવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. અને તે જ રીતે પોરબંદરમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા લખધીરસિંહ રજુભા ઝાલા દ્વારા એમ.જી.રોડ ઉપર સત્યનારાયણ મંદિર સામે આવેલી મિલ્કત ભાડુતી હકક સહિત ખરીદ કરેલી હતી.

ત્યારબાદ ભાડુતને હેરાનગતી કરતા ભાડુઆત રમણીકલાલ શાંતીલાલ વીપાણી દ્વારા તે સંબંધે પોલીસ ફરીયાદ પણ કરેલી હતી. અને દુકાનના ભાડુઆત ''વિપાણી બુક સ્ટોર''ના નામે વર્ષોથી ધંધો કરતા હોય અને હાલના મકાન માલીક દ્વારા પણ ભાડુની હકક સહિત જ મિલ્કત ખરીદ કરેલી હોય અને તેથી કોઇપણ મકાન માલીક ગેરકાયદેસર રીતે ખાલી કરાવી શકે નહી. અને તે સંબંધે મકાન માલીક દ્વારા પોરબંદરની કોર્ટમાં ભાડુઆતને ખાલી કરવા માટે દાવો કરતા અને તેમાં ભાડુઆત ભાડુ ભરતા નથી. અને પોતાને જરૂરીયાત માટે ખાલી કરવાની દાદ માંગતા તે દાવો પોરબંદરના એડીશ્નલ સીનીયર સીવીલ જજ શ્રી પટેલની કોર્ટમાં ચાલી જતા એડવોકેટની દલીલ ધ્યાને શ્રી પટેલ દ્વારા મહત્વનો ચુકાદો આપી મકાન માલીક ખોટી રીતે ભાડુઆતને ખાલી કરાવી શકે નહી. તેવો મહત્વનો સિંધ્ધાત આ ચુકાદામાં પ્રસ્થાપિત કરેલ છે. આ કામમાં ભાડુઆત વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ ડી.લાખાણી, નવધણ જાડેજા, અનિલ ડી.સુરાણી, જયેશ બારોટ તથા જીતેન સોનીગ્રા રોકાયેલા હતા.

(1:07 pm IST)