Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

દસાડાના નાવીયાણી પાસે અકસ્માતમાં ૩ના મોત

બોલેરો ગાડીના ચાલકે કાબુ ગુમાવતા રીક્ષાના ફુરચે-ફુરચાઃ વણોદ ગામના ૩નો ભોગ લેવાતા અરેરાટી

 વઢવાણ, તા.ર૩: દસાડાના નાવીયાણી હાઇ-વે ઉપર વસ્તભાઇ રત્નાભાઇ ભરવાડ પોતાની રીક્ષા લઇને વણોદથી બેચરાજી તરફ જતાં સામેથી આવતી બોલેરો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષાના ફુરચે ફુરચા કાઢી નાખ્યા હતાં. જેમાં બેઠેલા વણોદ ગામના વસ્તાભાઇ રત્નાભાઇ ભરવાડ, અલ્પેશ નાયક અને માણીબેન મકવાણાઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે બહુચરાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં.

બહુચરાજી બાજુથી વણોદ તરફ આવતી કાર અને બહુચરાજી તરફ જતી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં બેઠેલા અલ્પેશભાઇ ઉમેશભાઇ નાયક રહે. અંધવાડા તા. પારડી, મણીબેન ગોવિંદભાઇ મકવાણા રહે. ગાંધીનગર, જયારે રિક્ષાનો ચાલક વસ્તાભાઇ રત્નાભાઇ ભરવાડ -વણોદવાળાનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.

જયારે કારના ચાલક સહિતના ચાર ઘાયલ થયા છે. જેઓને મહેસાણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

અકસ્માત સર્જાતા કાર પણ પલ્ટી મારી ગયેલ છે. રિક્ષાનો કચ્ચરધાણ થઇ ગયો છે. રિક્ષાના ડ્રાયવર અને મુસાફર સહિત ત્રણના મોત નિપજયા છે. સદડા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

(1:06 pm IST)