Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પાટડીના નવાગામમાં ૪ વર્ષના બાળકની હત્યાઃ કૌટુંબિક કાકાની ધરપકડ

વઢવાણ તા. ૨૩: પાટડી તાબેના ખારાઘોડાના નવાગામમાં રહેતા ચાર વર્ષના માસુમ બાળકની કૌટુંબિક કાકાએ ગળુ કાપીને હત્યા કરી નાખવાનો બનાવ પોલોીસમાં નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી હત્યારા કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખાIરાઘોડાના નવાગામે રહહેતા કૌટુંબિક કાકા આસિફ ઉમર સૈયદ (ઉ.વ.૨૨) નામના શખ્સે તેના કૌટુંબિક ભત્રીજા સાહિલ ઉમર સૈયદ (ઉ.વ.૪)ની ગળુ કાપી હત્યા કરી નાખી હતી. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી.  અને માસુમ બાળકનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હત્યારા કાકા આસીફ ઉમર સૈયદ વિરુધ્ધ ગુન્હો નોંધોી ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ  હાથ ધરી હતી. આ બનાવના પગલે સમગ્ર  પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

 

(1:04 pm IST)