Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજુલામાં બાળકોની સુરક્ષાને લઇ કાયદા / વિષયક માર્ગદર્શન અપાયું

રાજુલા,તા.૨૩:અમરેલી જીલ્લા બાળ સુરક્ષા સમિતિના સભ્ય ડો.હિતેશભાઈ હડિયા ના અધ્યક્ષ સ્થાને, ઈ.ચાર્જ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ભાવેશભાઈ ભાડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયાના ,જીલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા તાલુકા હેલ્થ કચેરી રાજુલાના સકલનમાં બાળકોની સુરક્ષા સંબદ્યી યોજનાકીય અને કાયદાકીય વર્કશોપ યોજાયો.

જેમા બાળ મજૂરી અને બાળ લગ્ન અટકાવવા, બાળકોને થતા અન્યાય સામે લડવા,બાળકોની જાતીય સતામણીની માહિતી કે શોષણ સામે અવાજ ઉઠાવવા જેવી માહિતી માટે ચાઈલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ પર જાણ કરવી.બાળકોની આપતિ કે કટોકટીના સમયે ફોન ન.૧૦૦ ઉપર જાણ કરી શકાય છે.દત્ત્।ક ઇચ્છુક માતા પિતા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.

બાળ મજુર(નિયમન અને નાબુદી)અધિનિયમ ૧૯૮૬,જુવેનાઇલ જસ્ટિસ એકટ ૨૦૧૫,બાલગ્ન સબંધિત અધિનિયમ ૨૦૦૬,પોકસો એકટ ૨૦૧૨ અને સંકલિત બાળ સુરક્ષા યોજના વિશે વિગતવાર માહિતી પ્રોટેકશન ઓફીસર ભાવેશભાઈ ભાડ,પીયૂષભાઈ જોટગિયા અને સંજયભાઈ રાજકોટિયા દ્વારા આપવામા આવેલ ડો.હિતેશભાઈ હડિયાએ  ૧૫૦થી વધારે કર્મચારીઓને આ યોજના બાબતે માહિતગાર કર્યા હતા  આ પ્રસંગે ડો.મયુર ટાંક,ડો.ડી.સી.મકવાણા,ડો.જયકાન્ત પરમાર,સંજયભાઈ દવે,આરબીએસકે ડોકટરો,નર્સ બહેનો,ભાઈઓ અને આશા બહેનો હાજર રહ્યા હતા.

(12:02 pm IST)