Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

લેઉવા પટેલ મહિલા મંડળ અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા જૂનાગઢમાં શહિદ પરિવારને સિલાઇ મશીન આપ્યા

 જૂનાગઢ : જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના સહયોગથી અખિલ હિન્દ મહિલા પરિષદની જૂનાગઢ શાખા દ્વારા પાંચ જરૂરીયાતમંદ સર્વજ્ઞાતિય બહેનો અને એક શહિદની પત્નીને રોજગારીના માધ્યમ સમાન સિલાઇ મશીન અર્પણ કરી અનોખી રીતે ગણેશોત્સવની ઉજવણી કરાઇ હતી. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, દાતાર સેવક બટુકબાપુ, કો.ભાવનાબેન જીતુભાઇ હિરપરા, વજુભાઇ ધકાણ વગેરેએ હાજર રહી કાર્યક્રમને બિરદાવી ખુશીની લાગણી વ્યકત કરી હતી. આ તકે યોજાયેલી ગણપતિ શણગાર અને વિવિધ લાડુ બનાવવાની સ્પર્ધામાં પુર્વીબેન સાદરાણી, સરોજબેન ઠાકર, રશ્મીબેન વિઠલાણી અને અલ્કાબેન વૈદ્યએ નિર્ણાયક તરીકે સેવા આપી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરિષદના મંત્રી ચંદનબેન રાવલ અને આભારવિધિ ભાવનાબેન વૈષ્ણવે કરી હતી. કાર્યક્રમના અંતે પરિષદના સલાહકાર જહાનવીબેન ઉપાધ્યાય તરફથી બધાને ફળાહાર પીરસવામાં આવ્યો હતો.

(11:56 am IST)