Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કડીયાણા પે શાળામાં જ્ઞાનકુંજ(ડીજીટલ) વર્ગખંડઃ

હળવદઃસરકારશ્રીની વર્તમાન જોગવાઇ અનુસાર શાળાઓને ધોરણ ૭ તથા ૮ મા જ્ઞાનકુંજ ૨ વર્ગ મળેલ હોય તો ધોરણ ૬ મા કેમ નઇ. આ વિચારને સાર્થક કરવા માટે ગામની જ સેવાભાવી દુધ ઉત્પાદક સહકારી મંડળીએ આગળ આવીને શાળાને આશરે ૫૦૦૦૦/- રુપીયાનુ ભંડોળ દાનમા આપીને શાળાને ૩જો ડીઝીટલ વર્ગખંડ બનાવવા માટે જે સહયોગ આપેલ છે કે જે કદાચ સમગ્ર રાજયમા પહેલી એ શાળા હશે કે જયા આવી રીતે ૩જો ડીઝીટલ વર્ગખંડ બનાવવામા આવ્યો હશે તેના માનમા શાળામા દુધ ઉત્પાદક સરકારી મંડળીના પ્રમુખશ્રી તથા તમામ કારોબારી સભ્યોનુ સન્માન કાર્યક્રમ રાખવામા આવ્યો. જેમા પ્રમુખ હરજીભાઇ હિંદુભાઇ રાતડીયા તથા મંત્રી રાયમલ રમુભાઇ ઠુંગાનુ આ તકે સાલ ઓઢાડી ને સન્માન કરવામા આવ્યુ. અને તમામ ગામલોકોદ્વારા આ વર્ગખંડ્ને બાળકોમાટે ખુલ્લો મુકવામા આવ્યો. આ ઉપરાત શાળાના નિવૃત શિક્ષકશ્રી વરમોરાના પુત્ર વરમોરા રાજેશભાઇ(મુન્નાભાઇ) તરફથી શાળામા બાળક્રિડાગણ બનાવવા માટે ૩૦૦૦૦/- રૂપીયા જેવી રકમ આપીને શાળાએ બાળકોને આવવુ ગમે તેવો બગીચો બનાવવા સહયોગ આપેલ છે.તો તેના માનમા આજરોજ શાળામા આ તકે તેમનો સન્માન કાર્યક્રમ રાખવામા આવ્યો. આ તકે કાયમીદાતા કે જે શાળા માટે ભામાશા છે તેમનુ શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ. અને તમામ ગામલોકો દ્વારા આ બાળક્રિડાગણને બાળકોમાટે ખુલ્લો મુકવામા આવ્યો હતોે. દાતાઓને સન્માનીત કરવામાટે તાલુકા કક્ષાએથી તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારીશ્રી ડો. જે.જી. વોરાસાહેબ તથા બી.આર.સી. કો-ઓર્ડેનેટર પ્રવીણસિંહ ચૌહાણ તથા ગામના સરપંચ હરજીભાઈ સહિતના અનેક આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. ઉપસ્થીત તમામ દાતાઓનો તથા અધિકારીઓનો શાળાના આચાર્ય મહેંદ્રભાઇ ગોસરા તથા કાર્યકારી આચાર્યશ્રી રાકેશભાઇ પટેલે  આભાર વ્યકત કરેલ.( તસવીર- હરીશ રબારી. હળવદ)

(11:51 am IST)