Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

'ઓલ ઈઝ વેલ...': છોટા ઉદેપુરની મહિલાએ જન્મ આપેલ મૃત બાળક રાત્રે જીવીત થઈ રડવા લાગ્યો !

જીવીત થયેલ બાળકની સારવાર થઈ રહી છે તે અને બાળકના માતા-પિતા તસ્વીરમાં દર્શાય છે.

વઢવાણ, તા. ૨૪ :. 'રામ રાખે તેને કોણ ચાખે' એ ઉકિત મુજબ મૂળ છોટા ઉદેપુરની મહિલાએ ધ્રાંગધ્રાના દવાખાનામાં જન્મ આપેલો મૃત બાળક રાત્રે એકાએક જીવીત થઈ અને રડવા લાગતા ડોકટરોએ આ બાળકની તાત્કાલીક સારવાર શરૂ કરી હતી.

'થ્રી ઈડિયટસ' ફિલ્મમાં દર્શાવેલ એક સીનમાં જે પ્રકારે મૃત બાળક જીવીત થઈ રડવા લાગ્યુ હતું. તે જ પ્રકારની ઘટના ધ્રાંગધ્રાના દવાખાનામાં હકીકતમાં બનતા સૌએ 'ઓલ ઈઝ વેલ'નો અનુભવ કર્યો હતો.

આ આશ્ચર્યજનક અને કુદરતના કરિશ્મા સમાન બનેલી ઘટના મુજબ મૂળ છોટા ઉદેપુરના અને ધ્રાંગધ્રાના રામગઢમાં મજુરીએ આવેલા રાકેશભાઈ રાઠવાની પત્નીને પ્રસુતિની પીડા ઉપડતા તેણીને રાત્રીના ધ્રાંગધ્રાની ખેડાવાલા હોસ્પીટલમાં દાખલ કરાયેલ જ્યાં તેણીને ડીલેવરી થતા બાળકનો જન્મ થયેલ જેને ડોકટરે મૃત જાહેર કરેલ અને બાળકની માતાને હોસ્પીટલમાંથી રજા આપી દેવાયેલ અને મૃત બાળકને પ્લાસ્ટીકની કોથળીમાં બાંધી બાથરૂમાં મુકી દેવાયેલ. દરમિયાન મોડી રાત્રે બાથરૂમમાંથી બાળકના રડવાનો અવાજ આવતા આ બાળક જીવીત હોવાનુ ખુલ્યુ અને ડોકટરોએ બાળકની તાત્કાલીક સારવાર શરૂ કરી પોલીસને જાણ કરી હતી તેમજ બાળકની માતાને પણ પરત હોસ્પીટલે બોલાવી લેવાઈ હતી.

(3:27 pm IST)