Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

લખતર રેલ્વે ટ્રેક ઉપર સ્વીપરને જકડી રાખતી ૧૦ કલીપો છૂટી પાડતા ખળભળાટ : દુર્ઘટના ટળી

 વઢવાણ, તા. ર૪ :  લખતર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ બાજુમાં પહેલી લાઇનમાં રેલ્વેના પાટાની નીચે નાખવામાં આવેલા સિમેન્ટમાં સ્વીપરમાં આવેલા પાટા ને લોક કરતા લોક સ્વીપરમાંથી તૂટી દૂર પડેલ હાલતમાં નજરે પડતા દોડધામ મચી ગઇ છે.

એલ નંબરના પ્લેટફોર્મ પાસે આવેલ પાટાની એક નંબરની લાઇન દસથી વધારે લોક તૂટીને દૂર પડેલ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર રેલ્વેની ઘોર બેદરકારીના કારણે રેલ અકસ્માત થવાની ભીતિ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રેલ્વે દ્વારા શું આ સતવરે બ્લોગ લોક રિપેર કરવામાં આવે તેવી માંગ સર્જાઇ છે.

(3:26 pm IST)