Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જામનગરમાં રોગચાળા નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વે

જામનગર :. જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે હાલની ઋતુમાં શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવાની શકયતા રહેતી હોય છે. આ રોગચાળાના પ્રમાણને નિયંત્રિત કરવા માટે શહેરમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના ચોથા રાઉન્ડની શરૂઆત કરવામાં આવેલ છે. આ સર્વેલન્સમાં તાવના કેસ, શરદી-ઉધરસના કેસ વગેરે શોધી આ પ્રકારના રોગચાળાથી કઈ રીતે બચી શકાય તે માટે આરોગ્ય શિક્ષણ પત્રિકા વિતરણ તેમજ મચ્છરોની ઉત્પત્તિની અટકાયત માટે પાણીના પાત્રોની ચકાસણી કરી, મચ્છરોના પોરાં જોવા મળે તો તેનો નાશ કરી, ઘરોમાંથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. ઉપરોકત દર્શાવેલ રોગોના નિયંત્રણ માટે આરોગ્ય શાખા હસ્તકના ૧૨ આરોગ્ય કેન્દ્રોના ૧૨ મેડીકલ ઓફિસર, ૧૨ લેબ ટેક., ૧૨ ફાર્માસિસ્ટ, ૬-એમ.પી.ડબલ્યુ., ૬૩ એફ.એચ.ડબલ્યુ., ૧૨૨ આશા, ૪૨ સ્વયંસેવક, ૪૨ ગવર્મેન્ટ કોલેજના નર્સિંગ સ્ટુડન્ટ, ૧૩૦ હ્યુમન ટોર્ચ કોલેજના નર્સિંગ સ્ટુડન્ટ મળી કુલ ૪૪૧ આરોગ્ય કર્મચારી દ્વારા ટીમો બનાવી સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ છે. જેમાં દૈનિક ધોરણે ૧૪૦૦૦ જેટલા ઘરોમાં સર્વેલન્સ કરી, તાવ, શરદી, ઉધરસ વગેરેના કેસ મળી આવતા કેસોમાં સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે તે પ્રસંગની તસ્વીર(૨-૪)

(12:06 pm IST)