Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગોંડલ : તન્ના એજ્યુ. કેમ્પસની રમત - ગમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિધ્ધિ

ગોંડલ તા. ૨૪ : તાજેતરમાં સપ્ટેમ્બર – ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય થ્રોબોલ ફેડરેશન દ્વારા બેંગકોક (થાઈલેન્ડ) મુકામે યોજાયેલ થ્રોબોલની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં સંસ્થાના ત્રણ ખેલાડીઓઙ્ગ અજયરાજસિંહ જાડેજા, હર્ષવર્ધનસિંહ રાણા અને તપન દુધાત્રાએ ભારતીય ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું અને સંસ્થા અને પરિવારને ગૌરવ અપાવ્યું.

થોડા સમય પહેલા રમત-ગમત ક્ષેત્રે સંસ્થાનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે ગુજતું થયું હતું. છતાં પણ બંન્ને કોચ અને મધુસરને મનમાં ન ઓળખાતો રંજ રહ્યા કરતો. પણ રંજ કંઈક એવી રીતે દૂર થયો કે જયારે પાણીપત (હરિયાણા) મુકામે રાષ્ટ્રીય થ્રોબોલ ફેડરેશનની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધા માટે ગુજરાતની ટીમની પસંદગી યાદીમાં સંસ્થાના રેકોર્ડબ્રેક આઠ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સ્પર્ધામાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન થકી ઢાંકાઙ્ગ (બાંગ્લાદેશ) મુકામે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રાઈ-નેશન થ્રોબોલ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમમાં સંસ્થાના બે ખેલાડીઓઙ્ગ અનુક્રમે અજયરાજસિંહ જાડેજા અને હર્ષવર્ધનસિંહ રાણા પસંદગી પામ્યા અને એટલું જ નહી પણ ૧૩ જુલાઈ – ૨૦૧૮ના એ યાદગાર દિવસે આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવામાં પોતાનો સિંહફાળો આપ્યો અને તન્ના એજયુકેશનલ કેમ્પસ – ગોંડલના ગૌરવપૂર્ણ ઈતિહાસમાં એક સોનેરી પ્રકરણનો ઉમેરો કર્યો. પણ હજી આ તો શરૂઆત હતી અને 'કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી' એ ઉકિતને સાર્થક કરતાં ફરી આવી ઈશ્વરીય સમજણ સાથે ગુરુવર્ય અને પિતાતુલ્ય પરમ વંદનીય પૂજય ચંદુબાપુઙ્ગ (મહંત જય શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિર, ગોંડલ) ના આશીર્વાદ અને માર્ગદર્શન પણ અવિરત આ સંસ્થાને મળતાં રહે છે.(૨૧.૪)

(12:05 pm IST)