Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મોટી પાનેલીમા કોમીએકતા સાથે મહોરમનું શાનદાર જુલુસ

મોટી પાનેલી, તા.૨૪:   મુસ્લિમોના પવિત્ર તહેવાર મહોરમમા વિશાળ વિશ ફૂટ ઊંચા શાનદાર તાજીયા બનાવવામાં આવેલ,ઙ્ગ જે પવિત્ર મહોરમ ની રાત્રે પળમાં આવેલ જેનું શાનદાર જુલૂશ શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવેલ જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયેલ. આજુબાજુના ગામોમાંથી પણ મુસ્લિમ બિરાદરો જોડાયેલ યા ઇમામ હુસેન ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠેલ. જુલુસ નું ઠેક ઠેકાણે હિન્દૂ ભાઈયો દ્વારા સ્વાગત કરવામાં આવેલ અત્રેની શ્રી સરસ્વતી ધામ શાળા તથા મારુતિ પાન દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને સરબત વિતરણ કરવામાં આવેલ. મહોરમ ની રાત્રે મુસ્લિમ ભાઈઓ એ ઇમામ હુસેન ની ઈબાદત સાથે ચોકા લઇ અજીબો ગરીબ કરતબ સાથે શાહિદે કરબલા ની યાદ અપાવેલ. બપોરે હજારોની સંખ્યામાં મુસ્લિમ બજરદારો એ સાથે પ્રસાદ ભોજન લીધેલ સાંજે તાજિયાને ઠંડા કરી વિસર્જન કરવામાં આવેલ. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી ઇશાકભાઈ શોરા એ તમામનો આભાર વ્યકત કરેલો.(૨૨.૫)

 

(11:57 am IST)