Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ઉનામાં મોટર સાઇકલની ચોરી કરનાર ર શખ્સો ઝડપાયા

ઉના, તા. ર૪ : અહીં મોટર સાયકલની ચોરી કરનારા ર શખ્સો ભરત ભીખા મકવાણા તથા સંદિપ રાયસિંગને પોલીસે પકડી પાડેલ છે.

ઉના પોલીસ સ્ટેશન ઇન્સ્પેકટર પી.આઇ. શ્રી ખાંભલાની સૂચનાથી પો.સ્ટેશન વિસ્તારમાં બનતા અનડીટેક ગુન્હા શોધી કાઢવા ઠેર ઠેર તપાસમાં ફરીયાદી ડાયાભાઇ ટીડાભાઇ રાઠોડ (ઉ.પ૦) રે. ઉનાએ તેની મો.સા. હીરોહોન્ડા સીબીઝેડ જેનો નંબર જીજે૧૧-કયુકયુ-૯૩૩૪ કિ. રૂ. ર૦,૦૦૦ વાળી ચોરી થયેલ હોય ગુન્હો ગંભીરતા ધ્યાને લઇ પોલીસ પી.આઇ. શ્રી ખાંભલા તથા સવેલન્સ સ્ટાફ કોન્સ્ટેબલ પી.જે. વાઢેર, મયુરસિંહ, ભીખાભાઇ, કેશુરભાઇ, અજીતસિંહ રાજેન્દ્રસિંહે ગોદર ચોક બાજુમાં આટાફેરા મારતા બન્ને આરોપીઓ ભરત ભીખા મકવાણા (ઉ.ર૮) રે. ઉના, સંદીપ રાયસિંગ ઝણકાર રે. અંજાર વાળાને બાઇક સાથે શોધી કાઢી પકડી પાડેલ છે.

ગુન્હાની તપાસ પો.હેડ કોન્સ. પી.જે. વાઢેર તપાસ હાથ ધરેલ છે. (૪-૧)

(11:53 am IST)