Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આઝાદીની લડાઇ અને નૂતન ભારતના નિર્માણમાં કોંગ્રેસની ભુમિકા વિશે લોકોને અવગત કરવા કચ્છમા હાકલ

અમિતભાઇ ચાવડા, રાજીવ સાતવ સહિતની ઉપસ્થિતિમાં મુંદ્રામાં બે દિવસીય પ્રશિક્ષણ શિબીર

ભુજ તા. ર૪ : બંદરીય શહેર મુન્દ્રા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત બે દિવસીય પ્રશિક્ષણ શિબીરનું ઉદ્દઘાટન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડાના હસ્તે કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, યુવા સાંસદ રાજીવ સાતવ સહિતનાઓએ કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ, આઝાદીની લડાઇમાં કોંગ્રેસના વડાઓની અને પક્ષની ભૂમિકા અને નૂતન ભારતના નિર્માણમાં કોંગ્રેસ પાર્ટીની ભૂમિકા અને ૬૦ વર્ષમાં દેશમાં કરેલા વિકાસ કામોને ઘર ઘર સુધી લઇ જવા હાકલ કરવામાં આવી હતી.

બે દિવસીય પ્રશિક્ષણ શિબિરના પ્રથમ દિવસના પ્રારંભીક સત્રમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યક્રરોને કોંગ્રેસ પાર્ટીની સ્થાપના, આઝાદીની લડાઇ, બંધારણનું નિર્માણ કોંગ્રેસ સામેના પડકારો સહિતના મુદ્દે વિસ્તૃત માહિતી સભર વિગતો પુરી પાડવામાં આવી હતી.

ઉપરાંત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ચુંટાયેલા પ્રતિનિધીઓના અલગ-અલગ ગ્રુપ પાડી, ગ્રુપ ડીશકશનના અંતે સંગઠનને મજબુત બનાવવા સંગઠનની ત્રુટીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપક્રમે જવાહરલાલ નહેરૂ લીડરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ, નવી દિલ્હીથી નિયુકત થયેલા ખાસ તજજ્ઞો દ્વારા નેતૃત્વ ગુણો, વાકછટો, ચારિત્ર્ય નિર્માણ, મીડીયા સાથેના સબંધો, સોસીયલ મીડીયાનો ઉપયોગ, ભાજપના જુઠાણાનો સચોટ જવાબ સહિતના મુદ્દે વિશેષ તાલિમ પામેલા માસ્ટર કોચ-ટ્રેઇનર રાજીવ સાહુ નૈષધ પરમાર, અને મનન ત્રિવેદી દ્વારા પ્રશિક્ષણ આવપમાં આવ્યું હતું.

બે દિવસીય પ્રશિક્ષણ તાલીમ શિબિરમાં પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી જીતેન્દ્ર બઘેલ, પૂર્વ સંસદસભ્યો સાગરભાઇ રાયકા, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી રહીમભાઇ સોરા, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, જુમાભાઇ રાયમા, નવલસિંહ જાડેજા, આદમભાઇ ચાકી, વી.કે.હુંબલ તુલશીબેન સુજાન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સલીમભાઇ જત, કિશોરસિંહ પરમાર સમગ્ર પ્રશિક્ષણ શિબિરની વ્યવસ્થા ચેતનભાઇ જોષી, કપીલ પાંધી, ભરત ગુપ્તા, ડો. રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટ્ટી, દિપક ડાંગર, અજલિગોર, રવિ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજા, ગજરાજસિંહ રાણા સહિતનાએ વ્યવસ્થા સંભાળી હતી.(૬.૬)

(11:53 am IST)