Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

છેડતી પ્રશ્ને સમજાવવા જતા રામોદના યુવકે ધમકી આપી

કોટડાસાંગાણી, તા.૨૪: છેડતી પ્રશ્ને સમજાવવા જતા પિતા-પુત્રને રામોદના યુવકે ગાળો આપી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

કોટડાસાંગાણી મોટામાંડવા ગામની સગીર વયની યુવતી સ્કુલે જતી હોય ત્યારે રામોદનો યુવક અવાર નવાર તેમનો પીછો કરી અશ્લીલ વાતો તેમજ ઈશારાઓ કરી છેડતી કરતો હોવાથી યુવતીના પીતા યુવકને સમજાવવા જતા આરોપી લાજવાને બદલે ગાજયો હતો. અને યુવતીના પીતાને ગાળો આપી તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા કોટડાસાંગાણી પોલીસમા ગુનો દાખલ થયો છે પોલીસે સગીર વયના રામોદના યુવક વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૫૪(ડી૧) ૫૦૪ ૫૦૬(૨) તેમજ પોસ્કો કલમ(૧૧.૧૨) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૪)

(11:53 am IST)