Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

લોકમેળામાં એકતા – સંપ અને ભાઈચારાની ભાવનાના દર્શન થાય છેઃ આઇ.કે. જાડેજા

સુરેન્દ્રનગરઃ લોકમેળામાં એકતા- સંપ અને ભાઇચારાની ભાવનાના દર્શન થાય છે. લોકમેળો ઉચ્ચ- નીચ, નાત જાતના ભેદભાવ વગર દરેક લોકો મુકતમને માણવા આવતા હોય છે, તેમ  ધ્રાંગધ્રા મેળાના મેદાન ખાતે નગરપાલિકા આયોજીત ચાર દિવસીય ભવ્ય ભાતીગળ લોકમેળાઙ્ખના ઉદ્દદ્યાટન પ્રસંગે સ્વર્ણિ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું.  અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેળામાં આવતા ગામડા તેમજ શહેરી વિસ્તારના લોકો સારી રીતે મેળો માણે તે માટે રાજય સરકારના પણ પુરતા પ્રયાસો રહયા છે. જે માટે વહિવટી તંત્ર દ્વારા પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. તેમણે વધુમાં મેળો માણવા આવતી ઉત્સવપ્રિય જનતાને સ્વચ્છતા અભિયાન એ આપણા સહુની જવાબદારી છે.

        તેમ સમજી રાજય સરકારના સ્વચ્છતા અભિયાનમાં પુરતો સહકાર આપી કોઇપણ જગ્યાએ કચરો ફેંકવામાં ન આવે તેવો અનુરોધ કર્યો હતો.  આ પ્રસંગે સાંસદ ર્ડા. મહેન્દ્રભાઇ મુંજપરા અને અગ્રણીશ્રી દિલીપભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતાં.  સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાના હસ્તે દિપપ્રાગટય તેમજ રીબીન કાપીને મેળાને ઉત્સવપ્રિય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  સ્વાગત પ્રવચન નગરપાલિકાના પ્રમુખશ્રી ધીરૂભા પઢિયારે કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી પરસોતમભાઇ સાબરીયા, મામલતદારશ્રી એ.એમ. શેરસીયા, અગ્રણી સર્વશ્રી દેવપાલસિંહ ઝાલા, જીતુભાઇ ચૌહાણ, મહેશભાઇ પટેલ, કનકસિંહ ઝાલા, જેરામભાઇ સોનગ્રા, પ્રકાશભાઇ રાજવીર, કલ્પનાબેન રાવલ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ- કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૧)

(9:36 pm IST)