Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પોરબંદરના છાયા વિસ્તારમાં પ્લે હાઉસનું મકાન ભાડે રાખી જુગાર રમતા ૪૪ શકુનીઓ ઝડપાયા: લાખોની રોકડ અને મુદ્દામાલ કબ્જે

પોરબંદર: (પરેશ પારેખ દ્વારા) પોલીસને વહેલી સવારે બાતમી  મળી હતી કે  છાયા ખડા વિસ્તારમાં આવેલા અશોક પાન ઉપર આવેલ એક પ્લે હાઉસના મકાનમાં માલદે બાલુ ઓડેદરા દ્વારા પોતે ભાડે રાખેલા  મકાનમાં માણસો ને બહાર થી બોલાવી અંગત ફાયદા માટે નાળ ઉઘરાવી હાર-જીત નો જુગાર રમાડવા માં આવતો હતો.પોલીસે દરોડો પાડી અને સ્થળ પરથી  રોકડ ૩,૬૬,૧૮૦ તથા ૮૮ હજારના ૩૬ મોબાઈલ ફોન, ૨,૪૦,૦૦૦ ની કિંમતના ૯ મોટરસાયકલ સાથે કુલ ૬,૯૪,૨૮૦ ના મુદ્દામાલ સાથે કુલ ૪૪ લોકો રેડ દરમિયાન જુગાર રમતા મળી આવ્યા હતા.આરોપીઓ ને કમલાબાગ પોલીસ સ્ટેશનના લોક અપમાં રાખવામાં આવતા બન્ને લોક અપ ભરચક થઈ ગયા હતા. જુગાર દરોડાના પગલે છાયા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

(8:19 pm IST)