Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

કચ્છના ગુંદાલા ગામે ચમત્કાર- ચાર દિવસના મૃત બાળકને દફન કર્યા બાદ ચાર કલાક પછી જીવતો નીકળ્યો- લોકોનો ટોળા ઉમટ્યા

વિનોદ ગાલાદ્વારા(ભુજ) મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે લોકોના ટોળા એક બાળકને નિહાળવા ઉમટી રહ્યા છે. વાત જાણે એમ છે કે, ગુંદાલા ગામે રહેતા મામૈં મહેશ્વરી સમાજના ધર્મગુરુના પરિવારમાં આ ચમત્કારિક ઘટના બની છે. આ પરિવારમાં પુત્રનો જન્મ થયો હતો. ચાર દિવસની ઉંમરના આ પુત્રને બીમારીના કારણોસર મુન્દ્રામાં તબીબ પાસે ચેકઅપ કરાવ્યું હતું. જ્યાં આ નવજાત બાળકને તબીબે મૃત હોવાનું જાહેર કરતા તે બાળકને ગુંદાલા ગામે કબરમાં દફન કરાયું હતું. દરમ્યાન ચારેક કલાક બાદ બાળકના માતાને શરીરમાં ધ્રુજારી સાથે એવા એંધાણ વરતાયા હતા કે તમારું બાળક જીવંત છે અને કબરમાં રમે છે. તેમણે પરિવારજનોને જાણ કરતા તરત જ ખબર ખોદીને એ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ ચમત્કાર ઘણો કે શ્રદ્ધા ઘણો એ બાળક જીવંત હતું. પરિવારજનો બાળકને ઘેર લઈ આવ્યા ગઈકાલ શનિવારથી માંડીને આજ જન્માષ્ટમી દરમ્યાન સતત લોકો એ બાળકના દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ જ પરિવારના પૂજ્ય વેલજીદાદા એ પોતાના મૃત્યુની આગમવાણી કરી હતી. જે સાચી પડી હતી.

(3:36 pm IST)