Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

આતંકવાદીઓની ઘૂસણખોરીના ઇનપુટ વચ્ચે કચ્છમાં હરામીનાળા પાસે બે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા એજન્સીઓ થઈ દોડતી

(ભુજ) ભારત પાકીસ્તાન વચ્ચે ચાલતી તંગ પરિસ્થિતિ દરમ્યાન હરામીનાળા પાસે બે બિનવારસુ બોટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. બીએસએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બન્ને બોટ પાકિસ્તાની છે, અને તે ત્યજાયેલી હાલતમાં હતી. જોકે, આ  ઘટનાને પગલે બીએસએફ મરીન બટાલિયન દ્વારા હરામીનાળાના ક્રિક વિસ્તારમાં તેમ જ જખૌ પાસેના દરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. જોકે, પ્રથમ દ્રષ્ટિએ તો બોટ માછીમારોની લાગે છે. પણ, આતંકવાદીઓની ઘૂસણખોરીના ઇનપુટના સમાચારોને પગલે તમામ ભારતીય એજન્સીઓ સાબદી છે.

(3:36 pm IST)