Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

માંગરોળ પાસે દરિયામાં બે સગ્ગી બહેન ડૂબી ગઇ : એકની લાશ મળી

નાના એવા સાંગવાડા ગામમાં શોકનું મોજુઃ પગ બોળવા ગયેલી નાની બહેનને મોજુ તાણી જતા બચાવવા મોટી બહેને ઝંણલાવ્યું

માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે પરિવાર સાથે દરીયાકાંઠે ફરવા ગયા બાદ પગ બોળવા ગયેલી નાની બહેનને મોજું તાણી જતા તેને બચાવવા જતા મોટી બહેન પણ ઝંપલાવ્યું હતું પરંતુ બંને દરીયાના પાણીમાં ગરક થઇ ગઇ હતી. મોડી સાંજે મોટી બહેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે હોડીની મદદથી સ્થાનિક માછીમારો દરીયો ખૂંદી રહ્યા  છે. પરંતુ નાની બહેનનો કોઇ પતો લાગ્યો નથી. તહેવારોના દિવસો કરરણાંતિકા સજાર્તા પરિવાર પર આભ તૂટી પડયું છે. શીલ નજીક સાંગવાડા ગામે રહેતા કારાભાઇ ડાકી, તેમના પત્ની, પુત્ર અને બે પુત્રી એમ પરિવારના પાંચ સદસ્યો સાથે દરીયાકાંઠે ફરવા ગયા હતા. બપોરેના નાની પુત્રી ભુમી(ઉ.વ. ૧૬) પાણીમાં પગ પલાળવા ગઇ હતી એ દરમ્યાન જબરદસ્ત મોજું તેણે પાણીમાં ખેચી ગયુ હતું .આ જોઇ તેને બચાવવા તેની મોટી બહેન પાયલ (ઉ.વ. ૧૯) દરીયામાં કૂદી પડી હતી. પરંતુ પળવારમાં દરીયાના પાણી બંનેને અંદર સુધી તાણી ગયા હતા.બનાવ અંગે જાણ થતા આજુબાજુમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ પાયલનો મૃતદેહ મળી આવ્યો હતો . જો કે સાંગવાડાના ગ્રામજનો તથા શીલના માછીમારો ત્રણ હોડીની મદદથી દરીયામાં ભૂમીની શોધખોળ આદરી છે. પરંતુ આ લખાઇ રહ્યુ છે. ત્યારે રાત્રે ૮:૩૦ સુધીમાં તેનો પત્તો લાગ્યો નથી મૃતક પાયલના મૃતદેહને પી.એસ. માટે માંગરોળની સરકારી હોસ્પિટલે ખસેડતા શેરીયાજનો સરપંચ જેઠાભાઇ ચુડાસમા, મનિષભાઇ મામલ સહિતના અગ્રણીઓ દોડી આવ્યા હતા. ઘટનાને પગલે કોળી પરિવારમાં ઘેરો શોક પ્રસરી ગયો છે.

(2:05 pm IST)