Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

મોરબીના નિર્મળસિંહ જાડેજાનું એસપીના હસ્તે સન્માન

મોરબીમાં પોલીસ કોન્સ તરીકે એ-ડીવીઝનમાં ફરજ બજાવતા નિર્મળસિંહ જાડેજાએ ગત તા.૧૦ના રોજ સ્ટેશન વિસ્તારમાં મેઘરાજાએ રોદ્રસ્વરૂપ ધારણ કરતા સર્જાયેલ મેઘ તાંડવને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા જેમાં કંડલા બાયપાસ હાઇવે ઉપર કેનાલની બાજુમાં જોગણીનગર વિસ્તારમાં કમ્પાઉન્ડની દિવાલ ભારે વરસાદને કારણે ધસી પડતા કેટલાક માણસો દબાઇ ગયેલની હકીકત મળેલ હતી. દરમ્યાન ઉપરી અધિકારીની સુચના નિર્મળસિંહ સહકર્મચારીઓ સાથે મળી નિષ્ઠાપૂર્વક સઘન મહેનત અને કાર્યકુશળતાના ગુણો દાખવી દિવાલ નીચે ફસાયેલ લોકોને સલામત રીતે બહાર કાઢી તેમજ પુરમાં ફસાયેલ લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા અને કાર્યદક્ષતા પૂરવાર કરી ગુજરાત પોલીસના માનવીય અભિગમનું એક ઉત્કૃષ્ઠ દૃષ્ટાંત આપ્યું હતું જે બદલ મોરબીના પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા પ્રંશસાપાત્ર પાઠવી સન્માન કરતા નજરે પડે છે.

(9:27 am IST)