Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પદે જીતુભાઇ વાઘાણીના ભાઇ ડો. ગિરીશભાઇ વાઘાણીની નિમણુંક

ભાવનગર તા. ર૪ : ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પદે ડો. ગીરીશભાઇ વાઘાણીની નિમણુંક થતા ભાવનગરના શિક્ષણજગતમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. શૈલેષભાઇ ઝાલાની મુદત પુરી થતા રાજય સરકાર દ્વારા ભાવનગર યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ પદે ડો. ગીરીશભાઇ વાઘાણીની નિમણુંક કરાઇ છે.

નવી નિયુકત ડો. ગીરીશભાઇ વાઘાણી સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજના ડાયરેકટર, હોમેયોપેથી મેડીકલ ફેલ્ટીના ડીન, સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમીયોપેથી ગર્વ ઓફ ઇન્ડીયાના એકઝીકયુટીવ મેમ્બર, ગુજરાત રાજય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (જમીન વિકાસ બેંક)ના ડાયરેકટર અને ઉપપ્રમુખ છે. ડો. ગીરીશભાઇ વાઘાણી ભાવનગરના ધારાસભ્ય પદે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના મોટાભાઇ છે શિક્ષણ ક્ષેત્રે ભારે ચાહના મેળવનારા ડો. ગીરીશભાઇ વાઘાણીની યુનિ.ના કુલપતિપદે નિમણુંક થતા શિક્ષણજગતે તેને આવકારી છે.(૬.૧૪)

 

(11:46 am IST)