Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સહિતના હોદેદારોએ તેમને પક્ષમાં આવકાર્યા

મોરબી :  આગામી વર્ષે રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચુંટણીની રાજકીય પક્ષોમાં તૈયારી જોવા મળી રહી છે જેમાં આગેવાનોને પોતાની તરફ કરવા કવાયત હાથ ધરાઈ હોય જેમાં મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ અને ખેવારીયા ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સહિતના હોદેદારોએ તેમને પક્ષમાં આવકાર્યા હતા

(11:17 pm IST)