Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોરબંદરનાં પુર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા દ્રારા બોટ એસોસીએશનાં હોદ્દેદારોનું અભિવાદન કરાયું

કોંગ્રેસના હોદેદારો,બોટ એસો,ના પૂર્વ હોદેદારો સહિતના ઉપસ્થિત રહ્યાં

પોરબંદર : શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનની તાજેતરમાં પ્રમુખ પદ માટેની લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવેલ હતી. તેમા મુકેશભાઈ પાંજરી જંગી બહુમતીથી વિજેતા બનેલ ત્યારબાદ બોટ એસોસીએશનની વર્ષ ૨૦૨૧/૨૦૨૨ ની નવી કાર્યવાહક સમિતિની રચના થતા, પોરબંદરનાં પુર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, કોંગ્રેસ જીલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલભાઈ કારીયા, કોંગ્રેસ યુવા પ્રમુખ હેરીભાઈ કોટિયા, નગરપાલિકા પુર્વ પ્રમુખ અને પોરબંદર બોટ એઓસીએશનનાં પુર્વ પ્રમુખ હિરાલાલભાઈ શિયાળ, પોરબંદર બોટ એસોસીએશન પુર્વ પ્રમુખ મનિષભાઈ લોઢારી દ્રારા શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન નવનિયુક્ત યુવા પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખ દેવજીભાઈ સોનેરી, મંત્રી રાજુભાઈ બાદરશાહી, સહમંત્રી દિપકભાઈ લોઢારીને સાલ અને ફુલહારથી સન્માનિત કરવામાં આવેલ,

(10:11 pm IST)