Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ધોરાજીમાં શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સાદાઇથી ઉજવાયો

શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સેવક હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા: રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ ગુરૂ પૂજન સાથે સાથે મહારાજના આશીર્વાદ લીધા: ધોરાજી શહેર ભાજપના તમામ હોદ્દેદારોએ દિગંબર લાલુગીરીજી મહારાજનું ગુરૂ પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના પ્રાચીન ગણાતાં જન્માષ્ટમી મેળો ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રીમંહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને ગુરૂ પૂજન ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો
આ પ્રસંગે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજ ના સાનિધ્યમાં ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર સાથે ગુરૂ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો બાદ શ્રીમંહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ પરંપરાગત ગુરૂ પૂજન વિધી કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય વી. ડી પટેલ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઇ ટોપિયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા શહેર ભાજપ મંત્રી ધીરુભાઈ કોયાણી મનસુખ ભાજપ રમણીકભાઈ ટોપિયા યુવા ભાજપના કેયુરભાઈ બારોટ મીડિયા સેલ પ્રમુખ હિતેશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે બિલ્ડર મનોજભાઈ રાઠોડ નયનભાઈ કુવાડીયા તેમજ ભરતભાઇ બગડા
તેમજ ધોરાજીના મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા એ.એસ આઈ રમેશભાઈ બોદર ટ્રાફિક હેડ દેવશીભાઈ બોરીચા એલસીબી રાજકોટના વિજયભાઈ ચાવડા રાજાભાઈ ડીવાયએસપી જેતપુર શાકમાર્કેટ પોલીસ ચોકીના જમાદાર પ્રદીપભાઈ બારોટ નિવૃત પીએસઆઇ નરેલા કમલેશભાઈ રાવલ  તેમજ ધોરાજીના તેમજ બહારગામના પધારેલા આગેવાનો પોલીસ કર્મચારીઓ હોદ્દેદારો વિગેરે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વૈદિક પરંપરા મુજબ ગુરૂ પૂજન કર્યું હતું તેમજ મહાપ્રસાદ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
   ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ જણાવેલ કે હાલમાં દેશ ઉપર શાંતિ છે કોરોના નો વ્યાપ ઘટ્યો છે ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે ભારત દેશમાં ત્રીજી લહેર ના આવે અને દેશમાં કોઇપણ જાતનો રોગચાળો ન વ્યાપે તે બાબતે ભગવાન શિવજી તેમજ હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરી હતી આ સાથે તમામ હરિભક્તો ને આશીર્વાદ પાઠવ્યા હતા

(6:54 pm IST)