Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ધોરાજીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મેઘરાજાએ એક ઈચ વરસાદની કૃપા કરી

બપોરે ૩થી ૬ બે કલાક ની વચ્ચે ધીમીધારે વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે સવારમાં ગુરૂ પૂજન ની સાથે ભારે વરસાદનો પ્રારંભ થયો હતો બાદ બપોરે ૩થી ૬ બે કલાક ની વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થતા એક ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે અને ગુરુપૂર્ણિમા મહોત્સવના પાવન પ્રસંગે ગુરુએ વરસાદની કૃપા કરી હોય એ પ્રકારે મોત સાચવી દેતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમના ઉપર ધીમીધારે વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આજે ખરા અર્થમાં ગુરૂ પૂજન સાથે ગુરુ વંદનાનો કાર્યક્રમ સાથે મેઘરાજાએ પણ એક ઇંચ વરસાદ ની કૃપા કરી હોય એ પ્રકારે વાતાવરણ ઊભું થયું હતું

(6:47 pm IST)