Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગુરૂવારે વિજયભાઇ જેતપુરમાં: વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતીથી નિમિતે કાર્યક્રમમાં ઉપસ્થિતી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૪: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.ર૯ને ગુરૂવારે જેતપુર આવી રહયા છે. જેતપુર ખાતે પુર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતીથી નિમિતે આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

રાજયમંત્રી જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં જેતપુર સહીત ૧પ જેટલા સ્થળોએ ગુરૂવારે રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહીત સેવાકાર્યોનું આયોજન કરાયું છે.

(3:32 pm IST)