Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ન્યારા કંપનીમાં કોન્ટ્રાકટ માટે મેનેજરનું અપહરણ- ખૂનની ધમકી

રણજીતસિંહ ઉર્ફે રામસિંહ કલુભા જાડેજા સહિત ૪ સામે ફરિયાદ બાદ શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: ન્યારા કંપનીમાં કોન્ટ્રાકટ મેળવવા ૪ શખ્સોએ મેનેજરનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ મનીયામા હાઉસ રોડ નં. ૧–ઈ રાજેન્દ્રનર નાલા રોડ પટના (બિહાર)ના અને હાલ ગુરૂકૃપા હાઉટસ ફલેટ નં.ર૦ર, શીવમ પેટ્રોલ પંપ બાજુમાં શરૂ સેકશન રોડ, જામનગરમાં રહેતા પવનકુમાર મનીન્દરકુમાર શર્મા, ઉ.વ.૪૮ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧પ ના રોજ ફરીયાદી પવનકુમાર ને આરોપી રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજાએ બળજબરી પૂર્વક ડરાવી, ધમકાવી, ન્યારા એનર્જી કંપની ના નવા પ્રોજેકટ ભટેકનીપ ઈન્ડીયા લીમીટેડ કંપનીમાં પ (પાંચ) કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ આપવા બાબતે અજાણ્યા ત્રણ માણસો મળી કુલ ચાર આરોપીઓ ક્રેટા નં. જી.જે.ર૩–સી.ઈ.–૭૭૭૭ માં આવી ઈનોવાકારને પડાણા પાટીયા નજીક રોડ વચ્ચે રોકાવી, લાકડીઓ જેવા હથિયાર ધારણ કરી ફરીયાદી પવનકુમાર ને નીચે ઉતારી જાનથી મારી નાખવાની તેમજ ટાટીયા ભાંગી નાખવાના ભયમાં મુકવાની ધમકી આપી, બિભત્સ ગાળો આપી, આરોપીઓએ તેઓની ક્રેટા કારમાં બળજબરી પુર્વક બેસાડી દઈ અપહરણ કરી માનસીક હેરાન પરેશાન કરી તેમજ ફોન ઉપર સતત ધમકીઓ આપી ગુનો કરેલ છે તેવી ફરીયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૪૧, ૩૪ર, ૩૬પ, ૩૮૭, પ૦૪, પ૦૬ (૧–ર), ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩પ (૧) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ મેઘપર પોલીસ મથકના કે.આર.સીસોદીયા ચલાવી રહયાં છે.

ખોજાનાકા પાસે વર્લીમટકા લખતો ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના જામનગર ખોજાનાકા, હાજીપીર ચોકમાં, આ કામના આરોપી મોયેજઅલી પ્યારઅલી કરીમાણી, રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લીમટકાના આકડા લખેલ સ્લીપ  તથા બોલપેન અને રોકડ રૂ.૬૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા ત્રણ ઝડપાયા

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મોહસીનભાઈ જુસબભાઈ ભાવર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ પાછળ, અકબરશા ચોકમાં કાદરી પાનના ઓટા ઉપર આ કામના આરોપીઓ હસનબીન નાશર લાયઝી, અલીમામદ સીદીક સમા, રહેમાન અબ્દુલ ધ્રોલીયા, રે. જામનગરવાળા જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

હીંગળાજ ચોકમાં દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.ર૩–૭–ર૦ર૧ ના જામનગરમાં હીંગળાજ ચોક પાસે, હીંગળાજ પાન જાહેર રોડ ઉપર આ કામના આરોપી હિરેનભાઈ ઉર્ફે હિરો રમેશભાઈ ડોડીયા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

મોરકંડા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૦ર૧ ના મોરકંડા ગામમા નવી શેરીમાં જાહેરમાં આ કામના આરોપીઓ વિજયભાઈ પરસોતમભાઈ નકુમ, ભાવેશભાઈ રણછોડભાઈ ચૌહાણ, યોગેશ શાંતિલાલ કટેશીયા, રે. મોરકંડા ગામ વાળા જાહેરમાં તીનપની રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી અંગઝડતી માંથી તથા પટન રોકડા રૂપિયા મળી કુલ રોકડા રૂ.૧૧,ર૯૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ડેરી ગામે દારૂના ચપલા સાથે બે ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપભાઈ રમેશભાઈ જેસડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના ડેરી ગામે બસ સ્ટેન્ડ પાસે આ કામના આરોપી અનિરૂઘ્ધસિંહ ઉર્ફે અની સહદેવસિંહ જાડેજા, લખુભા ઉર્ફે લકકીરાજસિંહ ગોપાલસિંહ જાડેજા, રે. ડેરી ગામવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના ચપલા વ્હાઈટ લેક વોડકા ઓરેન્જ ફલેવર ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી ૧૮૦ એમ.એલ. ૪ર.૮ ટકા આલ્કોહોલની માત્ર દર્શાવતી કાચના કંપનીના શીલબંધ ચપલા નંગ–૧૦ જેની એક ચપલાની કિંમત રૂ.ર૦૦/–  લેખે ગણી કુલ ૧૦ ચપલાની કિંમત રૂ.ર૦૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે.

શીશાંગ ગામે દારૂના જથ્થા સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજદીપસિંહ વિક્રમસિંહ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના શીશાંગ ગામ થી નીકાવા ગામ જવાના રસ્તે રોડ પર ગોળાઈ પાસે રોડ ઉપર આ કામના આરોપી નિર્મળસિંહ ચંન્દ્રસિંહ જાડેજા, રે. શીશાંગ ગામવાળા એ પોતાના કબ્જામાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ–ર૩  મેકડોવેલ્સ–૧ રીર્ઝવ વિસ્કી સેલ ઈન ગોવા લખેલ સ્ટીકર ચોટાડેલ જેની કિંમત રૂ.૧૧પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરીની થયાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીગરભાઈ ભરતભાઈ સોમૈયા, ઉ.વ.ર૮, રે. સેન્ટ્રલ બેંક, પંતગીયા ફળી, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૭–ર૦ર૧ના કે.વી.રોડ, કે.પી.શાહ હાઉસ બિલ્ડીંગ નીચે ગલીમાં ફરીયાદી જીગરભાઈએ પોતાનું કાળા કલરનું હિરો કંપનીનું પેશન પ્રો. મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–બી.એન.૩૧૧૯, કિંમત રૂ.ર૦,૦૦૦/– નું ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ડાયાબીટીશ ચેક કરવાની સ્ટ્રીકની ચોરી રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મેહુલભાઈ સતીશભાઈ વોરા, ઉ.વ.૪ર, રે. જૂના નાગનાથ, નાગેશ્વર પાર્ક સોસાયટી, પ્લોટ નં.૩ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરમાં ડી.એસ.પી. બગ્લોઝ સામે, આવેલ પેનોરમા કોમ્પ્લેક્ષમાં આવેલ ફરીયાદી મેહુલભાઈ ની દુકાનની બહાર રાખેલ ચાર પાર્સલ માંથી એક પાર્સલ જેમાં ડાયાબીટીશ ચેક કરવાની સ્ટ્રીકની ર૦૦ ડબ્બી કિંમત રૂ.૧,૦૭,પર૦–ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ફૈઝલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના રાજપાર્ક, ખીરા ગેરેજવાળી ગલીમાં જાહેરમાં આ કામના આરોપી ફીરોજ જુમાભાઈ સુધાગુનીયા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧,૦૦૦/– ના રાખી નીકળતા રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

હાર્ટએટેક આવતા યુવાનનું મોત

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા માં રહેતા જગદીશભાઈ ગોરધનભાઈ આસોદરીયા, ઉ.વ.૩૮,  એ  કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર રમેશભાઈ નાથાભાઈ આસોદરીયા, ઉ.વ.૪૬, રે. નપાણીયા ખીજડીયા વાળા તેની દુધની ડેરીએ હતા ત્યારે હાર્ટએટેક નો હુમલો આવવાથી મરણ થયેલ છે.

જી.જી.હોસ્પિટલમાં અજાણ્યા પુરૂષની લાશ મળી

અહીં ગાંધીનગર બ્લોક નં.ઈ–ર૪, જામનગરમાં રહેતા હિતેશભાઈ લાલગીરી ગોસાઈ, ઉ.વ.૩૩ એ સીટી ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર એક અજાણ્યો પુરૂષ આશરે ઉ.વ.રપ વાળો જી.જી.હોસ્પિટલના પાણીના ટાંકા પાસે કોઈપણ અગમ્ય કારણોસર મરણ ગયેલ છે.

હાર્ટએટેક આવતા વૃઘ્ધનું મોત

અહીં શાંતિનગર સર્વેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા નરેન્દ્રસિંહ મજબુતસિંહ જાડેજા, ઉ.વ.૪૮ એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર જયવંતસિંહ મજબુતસિંહ જાડેજા, ઉ.વ.૬૦ રે. શાંતિનગર, સર્વેશ્વર મહાદેવ શેરી નં.૪, જામનગરવાળા ને હાર્ટએટેક આવતા સારવારમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(1:17 pm IST)