Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જુનાગઢમાં વધુ ૧પ મહિલાની જુગાર રમવા સબબ ધરપકડ

મહિલા પોલીસ કર્મી સહીત સ્ટાફનો સપાટો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૪: જુનાગઢમાં મહિલા પોલીસ કર્મી સહીતે સ્ટાફે સપાટો બોલાવીને વધુ ૧પ મહિલાને જુગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ હરી ઓમનગરમાં રહેતા ભાવનાબેન બીપીનભાઇ દુવાણી તેના રહેણા઼ક મકાને બહારથી સ્ત્રીઓને જુગાર રમવા બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા બી ડીવીઝનના મહિલા કોન્સ્ટેબલ ખુશ્બુબેન હદવાણી સહીતના પોલીસ સ્ટાફે મોડી સાંજે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ભાવના તેમજ ધર્મીબેન હિતેષભાઇ લોઢીયા, ભાણીબેન ગોરધનભાઇ વધેરા, જયશ્રીબેન કાળુભાઇ બુહા, મીના યોગેશભાઇ અધેરા, હર્ષા ઘનશ્યામભાઇ રાઠોડ, હીનાબેન ભરતભાઇ પુરોહીત, રીયાબેન સંદીપ મેસવાણીયા, મંજુલાબેન વશરામભાઇ હડીયલ, હેતલબેન આશીષ આચાર્ય, ઉર્જાબેન હેમાંગભાઇ દુવાણી, અને ઉર્વશી હરીરામ મેસવાણીયા સહીત ૧ર મહીલાને રૂ. ૧૮૯૯૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડી હતી.

આ મહિલા પાસેથી પોલીસે રોકડ તેમજ પાંચ મોબાઇલ ફોન અને બે એકટીવા સહીત રૂ. ૮૯૪૯૦નો મુદામાલ કબ્જે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત બી ડીવીઝનના કોન્સ્ટેબલ મુકેશભાઇ વગેરેએ જોશીપરાના સરદારપરાની સાવલીયાની શેરીમાં જાહેરમાં જુગાર રમતા ઇલાબેન ધીરૂ મકવાણા, મનીષા પુનીતભાઇ પૈડા, રમાબેન ધીરૂભાઇ લાઠીયા  અને મહેશ દેવજી પાટડીયાને રૂ. ૪૧,ર૪૦ના મુદામાલ સાથે ઝડપી લઇ તમામની વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. 

(1:15 pm IST)