Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોરબંદરમાં અગાઉ કોંગ્રેસ અગ્રણી રામદેભાઇ મોઢવાડીયાને ધમકી આપનારા ર શખ્સો સામે પોલીસ ફરીયાદ

ખનીજ ચોરી સામે તંત્રમાં રજૂઆતો કરતા હોય જેનું મનદુઃખ રાખીને રામદેભાઇને ધમકી આપતો વ્હોટસએપમાં વીડીયો વાઇરલ કરનાર ર અજાણ્યા શખ્સોના નામો ખૂલતા પોલીસ ફરીયાદ નોંધાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. કોંગ્રેસ અગ્રણી રામદેભાઇ મોઢવાડીયાએ ખનીજ ચોરી રોકવા સતત તંત્રમાં રજૂઆત કરતા હોય જેનું મનદુઃખ રાખીને અગાઉ રામદેભાઇને ધમકી આપતો વ્હોટસ એપમાં વીડીયો વાઇરલ કરનાર ર અજાણ્યા શખ્સો હાજા લખમણભાઇ ઓડેદરા અને રામ ચૌહાણ હોવાનું ખૂલતા આ બન્ને સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

કોંગ્રેસ અગ્રણી રામદેભાઇ મોઢવાડીયા પોરબંદર પંથકમાં વધતી ખનીજ ચોરી સામે તંત્રમાં સતત રજૂઆતો કરતા હોય જેનું મનદુઃખ રાખીને અગાઉ ર અજાણ્યા શખ્સોએ રામદેભાઇ મોઢવાડીયાએ ધમકી આપતો વ્હોટસ એપમાં વિડીયો વાઇરલ કર્યો હતો આ વીડીયો વાઇરલ કરનારા ર અજાણ્યા શખ્સો સામે અગાઉ તે સમયે રામદેભાઇ મોઢવાડીયાએ સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

સાઇબર ક્રાઇમમાં થયેલી ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા રામદેભાઇ મોઢવાડીયાને ધમકી આપનારા હાજા લખમણ ઓડેદરા અને રામ ચૌહાણ હોવાનું ખૂલતા રામદેભાઇ મોઢવાડીયાએ આ બન્ને શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. 

(1:05 pm IST)