Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબીમાં સગીરાને ભગાડી જઇને દુષ્કર્મ આચર્યુ : ગર્ભવતી બનાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: મોરબી શહેરી વિસ્તારમાંથી લગ્નની લાલચે ભગાડી જઈને નરાધમ ઇસમે વારંવાર શરીર સંબધ બાંધીને ગર્ભવતી કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

તો મળતી માહિતી મુજબ મોરબી શહેરી વિસ્તારમાં શર્મશાર ઘટના સામે આવે છે મોરબીમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી ધર્મેન્દ્રપૂનમસિંગ મેડા રહે-રાજસ્થાન સગીરાનેભગાડીને તેની સાથે વારંવાર શરીર સંબધ બાંધીને ગર્ભવતી કરી હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે આઈપીસી ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તથા પોસ્કો એકટ કલમ ૫(એલ), ૬,૧૮ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીમાં ચકચારી ધટનાને પગલે નરાધમ શખ્સ પર ફિટકાર વર્ષી રહી છે બનાવ પ્રકાશમાં આવતા પોલીસ પણ એકશનમાં આવી છે અને આરોપીની શોધખોળ આદરી છે.

રીક્ષાને હડફેટે લેતા બેને ઇજા

ઇન્દિરાનગરમાં રહેતા ચંદુભાઈ હમીરભાઈ લાકડિયા (ઉ.૨૮) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી નિશાન કંપનીની ગાડી જીજે ૧૩ સીસી ૬૪૩૩ ના ચાલકે બેલા ગામ નજીક પુર ઝડપે ચલાવીને સીએન જી રીક્ષા જીજે ૩૬ યુ ૪૩૫૬ સામેથી ઠોકર મારી હડફેટે લઇ ફરિયાદી ચંદુભાઈને રોડ પર પછાડી દઈ અકસ્માત સર્જી ફરીયાદીને પેટના ભાગે ઈજા કરી તથા સાહેદ આયશાબેનને ઈજા કરી છે.  

(1:00 pm IST)