Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભાવનગરમાં ૧ પોઝિટિવ ૪ દર્દી કોરોનામુકત

ભાવનગર, તા.૨૪: ભાવનગર જિલ્લામાં ૧ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૨૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના પોઝિટિવ કેસ નોંધાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.જયારે મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ અને તાલુકાઓમાં ૧ સ્ત્રી મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી.આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૫ કેસ પૈકી હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:33 am IST)