Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જસદણ કબ્રસ્તાનમાં ભાજપ લઘુમતી મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ

જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગની અધ્યક્ષતામાં

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૪ : જસદણ કબ્રસ્તાનમાં ભાજપ લઘુમતી મોરચાનાં જિલ્લા પ્રમુખ અલ્લાઉદ્દીનભાઈ ફોગની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ભાઈ ખાચીરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલાની સુચના મુજબ જસદણ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ખાતે રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર પર્યાવરણની જાળવણી થાય અને વૃક્ષોથી લોકોને ઓકિસજન મળી રહે તે હેતુથી રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનની સૂચનાથી આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય પંકજભાઈ ચાવ, અગ્રણી ગજેન્દ્રભાઈ રામાણી, મુસ્લિમ સમાજના અગ્રણી ઈમરાનભાઈ ખીમાણી, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઈલ્યાસભાઈ લોહીયા, પ્રવીણભાઈ છાયાણી, રહીમભાઈ ભૈયા, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઇલિયાસભાઈ થાનાણી, તાલુકા પ્રમુખ ઈમરાનભાઈ રાવાણી, શહેર યુવા ભાજપ મહામંત્રી સાગરભાઈ સાવલિયા, અફઝલ પરમાર, ધમાભાઈ પાન, યાસીનભાઈ સમોસા, સાજીદભાઈ ધાનાણી, રહીમભાઈ ખીમાણી, મુન્નાભાઈ, યુસુફભાઈ મીઠાણી, તોફિક તેરવાડિયા,ઇમરાન ડેરીયા, અરમાન સહિતના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

(11:33 am IST)