Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગોંડલના ગુંદાળા રોડ પર પરોઢિયે મહિલાઓને શરીરે ટાપલી મારી શારીરિક સ્પર્શ કરી છેડતી કરતો શખ્સ ઝડપાયો

છેલ્લા છ આઠ માસથી મોર્નિંગ વોક કે સાફસફાઇ કરતી મહિલાઓની શારીરિક છેડતીની વ્યાપક ફરિયાદી ઉઠી હતી

ગોંડલ તા.૨૪: ગોંડલ શહેરના ગુંદાળા રોડ ઉપર આવેલ શ્રીજીનગર તેમજ આસપાસની સોસાયટીઓમાં પરોઢિયે મહિલાઓના શરીરે ટાપલીઓ મારી શારીરિક સ્પર્શ કરી માનસિક વિકૃત શખ્સ દ્વારા છેડતી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હોય સીટી પોલીસે વોચ ગોઠવી લતાવાસીઓની સતર્કતાથી આરોપીને ઝડપી લઇ સરભરા કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ પર આવેલ આસપાસની સોસાયટીઓમાં મોર્નિંગ વોક કે સાફ સફાઈ કરતી મહિલાઓની છેલ્લા છ આઠ માસથી કોઈ વિકૃત શખ્સ દ્વારા ટાપલીઓ મારી શારીરિક સ્પર્શ કરી છેડછાડ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદોને લઈ સિટી પી.આઈ એસએમ જાડેજા, પીએસઆઇ બીએલ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા તેમજ ડી સ્ટાફ અને લતાવાસીઓ ની સતર્કતાથી પોતાની માનસિક વિકૃતતા સંતોષવા પોતાના બાઈક જીજે જીરો ૩ કે આર ૮૭૫૧ ઉપર નીકળેલ દર્શન ધર્મેશભાઈ ગોંડલીયા ઝડપાઈ જતાં પોલીસ મથકે લઈ જઈ સરભરા કરી મહિલાઓની ફરિયાદ નોંધી આઇપીસી કલમ ૩૫૪, ૫૦૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે સિટી પી.આઈ જાડેજા અને પી.એસ.આઇ ઝાલાએ જણાવ્યું હતું કે માનસિક વિકૃત શખ્સની વ્યાપક ફરિયાદો મળી હતી જે અંગે રોજિંદા છેલ્લા ત્રણ માસથી પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી શુક્રવારના પરોઢિયે આરોપી ફરી કોઈ દ્યટનાને અંજામ આપે તે પહેલાં ઝડપાઇ જતાં મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો હતો આરોપી દર્શન ગોંડલમાં રહી છુટક મજુરી કામ કરી રહ્યો છે આ પહેલા તેને ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યા છે કે નહીં તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

(11:27 am IST)