Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આઈ.ટી.આઈ. મોરબીમાં પ્રવેશ ફોર્મ ભરવાની અવધિ લંબાવાઈ

બીજી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા-મિયાણા ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયો પ્રવેશ મેળવવા માટે તા-૦૩/૦૭/૨૦૨૧ ના રોજથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે. જેની પ્રવેશ ફોર્મ ભરવાની તા.૦૨/૦૮/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.

ઉપરોક્ત કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર પોતાનું ઓનલાઈન પ્રવેશફોર્મ વેબ સાઈટ પર તેમજ તેમના રહેઠાણની નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl.૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી નીચે મુજબના જરૂરી લાયકાતના સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી .ટી.આઇઆઇ ખાતે રુ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે.
ઉમેદવારોની સુવિધા માટે જે તે નજીકની .ટી.આઇઆઇ ખાતે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩)શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબુક (મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) ના જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે, તેમ આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવેલ છે.

(12:58 am IST)