Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જામનગરમાં પૂર્વ કાનુન મંત્રી એમ. કે. બ્લોચ સહિત ર૭ને કોરોના

પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારાથી ચિંતા

જામનગર તા. ર૪: જામનગર અને જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇ કાલે પૂર્વ કાનુનમંત્રી એમ. કે. બ્લોચ સહિત ર૭ નવા પોઝીટીવ કેસ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે પૂર્વ કાનૂન મંત્રી એમ. કે. બ્લોચને કોરોના વળગ્યો છે આજે શહેરમાં વધુ ર૩ કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં નાવ ચાર કેસ મળીને જિલ્લામાં કુલ ર૭ કેસ પોઝિટિવ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

એમ. કે. બ્લોચ કોંગ્રેસની સરકારમાં મંત્રી હતા કોંગ્રેસી કાર્યકરો, સમર્થકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.

જામનગર જિલ્લામાં એક જ દિવસમાં કુલ ર૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૩ અને કાલાવડના મોટી માટલી ગામે એક યુવકને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે.

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના ર૦ વર્ષના યુવક, નંદાણાના પપ વર્ષના વ્યકિત, વાસજાળીયાના પપ વર્ષના વ્યકિત તથા કાલાવડના મોટી માટલી ગામનાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ છ કેસ પોઝીટીવ નોંધાયા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ છ પોઝિટિવ કેસ જાહેર થતા આજે શહેરમાં ર૩ અને ગ્રામ્ય ૧૦ મળી કુલ ૩૩ કેસો કોરોના પોઝિટિવ જાહેર થયા છે.

(1:14 pm IST)