Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મહારાષ્ટ્ર્ના પૂનાનો એક વર્ષથી વોન્ટેડ આરોપી જીતેન્દ્ર બારૈયાને ભરતનગર પોલીસે ઝડપી લીધો

 ભાવનગર ;મહારાષ્ટ્રના પુના ગ્રામ્યનાં શિક્રાપુર પો.સ્ટૅશન ના ગુન્હાનો છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરતનગર પોલીસે ટીમે ઝડપી લીધો છે  અશોકકુમાર યાદવ  ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર એ ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ નું આયોજન કરેલ છે

  જે અન્વયે  જયપાલસિંહ રાઠોર પોલીસ અધિક્ષક ભાવનગર નાઓ એ ભાવનગર જીલ્લાનાં તેમજ બહારનાં જીલ્લાનાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ભાવનગર જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં આપેલ હતી

 આ  અન્વયે ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ.પો.ઇન્સ.એમ.એચ.યાદવ ના માર્ગદર્શન મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ.ડી.સી.ગોહિલ તથા પો.કોન્સ્ટેબલ.સંજયભાઇ એન.ચુડાસમા તથા પો.કોન્સ્ટેબલ.મહેન્દ્રસિંહ.કે,સ૨વૈયા તથા પો.કોન્સ.નરેશભાઇ.જી.વાજા તથા પો.કોન્સ.ઇરફાનભાઇ એસ. આગવાન નાઓ ભરતનગર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ પ્રોહિ અંગે પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન ફરતા ફરતા ભરતનગર રીંગરોડ ૫૨ પહોંચતાં સાથેનાં પો.કોન્સ.સંજયભાઇ એન ચુડાસમા તથા પો કોન્સ મહેન્દ્રસિંહ. કે.સરવૈયા ઓ ને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યનાં પુના ગ્રામ્યનાં શિક્રાપુર પો.સ્ટૅશનનાં. ફસ્ટ ગુ.ર.નં.-૪૬૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમ૪૦૬,૪૨૦,વિ. નાં ગુન્હામાં છેલ્લાં એક વર્ષથી નાસતા ફરતા આરોંપીને ભરતનગર રીંગરોડ હોટલ સ્કાય વે પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે .


પકડાયેલ આરોપી જીતેન્દ્રભાઇ ખોડીદાસભાઇ બારૈયા ઉ.વર્ષ.૨૯…રહે.પ્લોટ નં. ૧૩૮.બ્રહમપાર્ક રીંગરોડ ભરતનગર વાળાને તા.ર૩/0૭/ ૧૯ ના રોજ પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા મહારાષ્ટ્ર રાજ્યનાં પુના ગ્રામ્ચનાં શિક્રાપુર પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ.

આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવ તથા ભરતનગર પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ..ડી.સી.ગોહિલ તથા હેડ.કોન્સ.મયુરસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.સંજયભાઇ એન ચુડાસમા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા પો.કોન્સ.નરેશભાઇ જી વાજા તથા પો.કોન્સ. ઇરફાનભાઇ એસ.આગવાન તથા વિ.પોલીસ ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યનાં પુના ગ્રામ્યનાં શિક્રાપુર પો.સ્ટે.નાં છેતરપીંડીનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભરતનગર રીંગરોડ હોટલ સ્કાય વે પાસેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(8:37 pm IST)