Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મધ્યપ્રદેશના રીઢા ગુન્હેગારોને ઝડપી લેનાર મોરબી પોલીસને બિરદાવાઇ

ઇન્દોરના એડીશ્નલ ડીજીપીએ મોરબી એસ.પી. કરનરાજ વાઘેલાને પ્રસંશાપત્ર મોકલ્યો : અલીરાજપુર એસ.પી.એ. એલ.સી.બી.પી.આઇ. વી.બી. જાડેજાની ટીમને અભિનંદન પાઠવ્યાં

મોરબી, તા. ર૪ : મોરબી એસપીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં એલસીબી ટીમે લૂંટના ગુન્હાના આરોપીને ઝડપી લીધા હતા જે આરોપીઓ મધ્યપ્રદેશના રીઢા ગુનેગારો હોય જેને ઝડપી લેવાની કામગીરીને એમપી પોલીસે બિરદાવી છે અને એસપી તથા એલસીબી ટીમને પ્રશંસા પત્ર પાઠવ્યો છે મોરબી જીલ્લા પોલીસવડા  ડો. કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરના લૂંટ અને ધાડના ગુન્હામાં ફરાર આરોપી કમલ બનનું,બારમ કરણસિંહ અને રાકેશ ભવરસિંહને ઝડપી લીધા હતા જે કામગીરી બદલ અલીરાજપુર જીલ્લા એસપી વિપુલ શ્રીવાસ્તવે એલસીબી પીઆઈ વી બી જાડેજા અને તેની ટીમને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે તે ઉપરાંત ઇન્દોર ઝોનના એડીશનલ ડીજીપી વરુણ કપૂરે મોરબી એસપી ડો. કરનરાજ વાદ્યેલાને પ્રશંસા પત્ર મોકલ્યો છે જેમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરીને કામગીરીને બિરદાવવામાં આવી છે  તે ઉપરાંત લોકસભા ચુંટણી સમયે સરાહનીય કામગીરી બદલ જામનગર જીલ્લા કલેકટર રવિ શંકરે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાને પત્ર પાઠવી સરાહના કરી છે.

(1:17 pm IST)