Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જામનગરમાં તંત્રએ લઘુમતિ સમાજના ઉત્થાન માટે ઉમદા કામગીરી કરી છે

લઘુમતિ આયોગના સભ્ય સુનિલ સિંધી દ્વારા પ્રશંસા

જામનગર :  આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય સુનીલ સીંધીના અધ્યક્ષ સ્થાને લઘુમતીઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રીના ૧૫ મુદ્દાના કાર્યક્રમના અમલ વિશેની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં લઘુમતીઓના કલ્યાણ અર્થે પ્રધાનમંત્રી  દ્વારા ૧૫ મુદ્દાના કાર્યક્રમની જિલ્લા સ્તરે થયેલ અમલવારીની સમિક્ષા અને વિવિધ લઘુમતી સમાજના સમાજઉત્થાન માટેના સુચનોની આપ-લે કરાઇ હતી.

આ બેઠકમાં લઘુમતી સમાજના વર્ગોના બાળકો અને સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષક આહાર, રસીકરણ, આરોગ્ય તપાસ, રેફરલ સેવાઓ વગેરે પુરી પાડવી, શાળા શિક્ષણમાં વધુ પ્રવેશ, સ્વરોજગાર અને વેતન રોજગાર હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા લઘુમતી કોમના લાભાર્થીઓને સહાય, ગ્રામીણ રોજગાર યોજના હેઠળ લઘુમતીની મોટી વસ્તી ધરાવતા ગામોમાં સામુહિક, સામાજીક અને આર્થિક માળખાકીય સુવિધાઓ ઉભી કરી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો પુરી પાડવાનો, ટેકનીકલ તાલીમ દ્વારા લઘુમતીઓના કૌશલમાં સુધારો લાવવો, આર્થિક પ્રવૃત્ત્િ।ઓ માટે વધુ ધિરાણની સહાય, રાજય અને કેન્દ્વ સરકારની નોકરીઓમાં લઘુમતીઓની ભરતી પર ખાસ ધ્યાન, લઘુમતીના જીવન-ધોરણની સ્થિતી સુધારવી, ગ્રામીણ આવાસની યોજનામાં સમાન હિસ્સો આપવો, લઘુમતી કોમોની વસ્તી ધરાવતા વિસ્તારોની સ્થિતી સુધારવી, કોમી રમખાણો રોકવા અને કોમીએખલાસની પરિસ્થિતીનું નિર્માણ કરવુ, કોમી ગુન્હાઓ માટે કામ ચલાવવુ અને રમખાણોનો ભોગ બનેલાઓનું પુનઃસ્થાપન કરવાના મુદ્દાઓને ધ્યાને લઈ વિવિધ વિભાગ દ્વારા લઘુમતી સમાજના લોકોના કેટલા લાભાર્થીઓએ લાભ લીધો તેના વિશેની, લઘુમતીઓ માટેની પ્રિમેટ્રીક, પોસ્ટ મેટ્રીક તથા મેરીડકમ મીન્સ શિષ્યવૃતિ, લઘુમતી સમાજ માટે ગ્રાં.ઈ.એ. છાત્રાલય/અનુદાનીત નિવાસી પ્રાથમિક શાળા, માનવગરીમા, કુંવરબાઈ મામેરૂ સહાય, સાઈકલ સહાય અને લઘુમતી નિગમની યોજનાઓમાં આપવામાં આવેલ લાભ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

 બેઠક દરમિયાન સભ્યશ્રી સુનીલ સિંદ્યીએ જામનગર જિલ્લામાં થયેલી લદ્યુમતી સમાજના ઉત્થાન માટેની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો અને પ્રસાશનની કામગીરીને પ્રસંશનીય જણાવી હતી, સાથે જ લઘુમતી સમાજના લોકોને જિલ્લા પ્રસાશન સાથે હાથ મેળવી વિકાસની વિચારધારામાં જોડાવા માટે અપીલ કરી હતી.  આ બેઠકમાં કલેકટર રવિશંકર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર  સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક,  નાયબ પોલિસ અધિક્ષકશ્રી સૈયદ, પ્રાંત અધિકારીશ્રી સોલંકી, નાયબ નિયામકશ્રી વિકસતી જાતી ડો.એ.ટી.ખમળ તથા વિવિધ સંલગ્ન વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર બેઠકનુ આયોજન તથા સંચાલન નાયબ નિયામકશ્રી વિકસતી જાતી દ્વારા કરવામાં આવેલ હતું. 

(1:17 pm IST)