Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કલ્યાણપુર પંથકના ગામોમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો

ર૮ થી ૩૧ સુધીમાં વરસાદનો નવો રાઉન્ડઃ હવામાન નિષ્ણાંત કનુભાઇ કણઝારિયાની આગાહી

ખંભાળીયા તા. ર૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઇકાલે મેઘરાજા મહેરબાન થયા હતા તથા દોઢ ઇંચથી અઢી ઇંચ જેટલો સાર્વત્રીક વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ખંભાળીયાના શિક્ષણ તથા કલ્યાણપુરના રહેવાસી કનુભાઇ કણઝારિયાએ કલ્યાણપુર તાલુકામાં ગઇકાલે વરસાદ પડશે તેવી આગાહી આગલા દિવસે કરેલી જે સાચી પડી હતી તથા જામરાવલમાં દોઢ ઇંચ કલ્યાણપુરમાં અઢી ઇંચ, બાંકોડીમાં બે ઇંચ,  હડીયલમાં અઢી ઇંચ, સુર્યાદવરમાં બે ઇંચ વરસાદ પડતા ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

જો કે આગલા દિવસે પણ કલ્યાણપુર તાલુકામાં લાંબા, દેવરિયા, તોગાત, સહિતના ગામોમાં પણ બે અઢી ઇંચ વરસાદ પડયો હતો. નેટ તથા વિવિધ ચેનલો તથા નકશા પરથી વરસાદની આગાહી કરતા કનુભાઇ કણઝારિયાએ ૩૧/૭ સુધીમાં વરસાદ ખંભાળીયાનો વારો પણ લઇ લેશે તેમ જણાવી ર૮ થી ૩૧ સુધીમાં મોટો વરસાદનો રાઉન્ડ દેવભુમિ તથા સૌરાષ્ટ્રમાં થશે તેમ પણ જણાવ્યું હતું.

(1:17 pm IST)