Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અમરેલી જિલ્લામાં મગફળીમાં પાક સંરક્ષણ માટે મુંબઇની યુપીએલ કંપની તેમજ ક્રોપ કેર ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે MOU

જૂનાગઢ તા.૨૩ :સૌરાષ્ટ્ર વિસ્તારના કૃષિ વિકાસને લગતી સંશોધન તેમજ વિસ્તરણ શિક્ષણ લક્ષી  અનેક કામગીરી  કરે છે. વિગત વર્ષોથી મગફળીના પાકમાં 'સફેદ ઘેણ' (વ્હાઇટ ગ્રબ)ના ઉપદ્રવથી ખેડુતોને ઘણુ નુકશાન થયેલ છે. અમરેલી વિસ્તારમાં યુ.પી.એલ.  લી. કંપની તેમજ ક્રોપ કેર ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે એક મહત્વપુર્ણ  કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવેલ છે. આ કરાર અમરેલી જીલ્લાના ઈશ્વરીયા મુકામે  ભારત સરકારના કૃષિ તેમજ   ખેડુત કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના  મંત્રી  પરષોત્તમભાઇ રૂપાલા , દિલિપભાઇ સંઘાણી, પૂર્વ કૃષિ મંત્રી, યુનિવર્સિટીના   કુલપતિ ો. એ.આર. પાઠક ,  ડો. પી.વી. પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામક  ડો. એમ.એફ.આચાર્ય પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ત્ર વિભાગ  વૈજ્ઞાનિકો , યુ.પી.એલ.લી. કંપનીના નિયામક સમીર ટંડન તથા પ્રોજેકટના વડા પ્રતાપ  રાંકખંખ તથા અન્ય  મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ.

આ કરારનો મુખ્ય ઉદેશ્ય મગફળીના  પાક સરંક્ષણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકો તેમજ કંપનીના તજજ્ઞોના સહકાર વડે સૌરાષ્ટ્ર વિસ્તારમાં  તેમજ ખાસ કરીને પ્રાથમીક તબકકામાં અમરેલી  જિલ્લાના પસંદ કરેલા ત્રણ ગામોમાં 'સફેદ ઘેણ' (વ્હાઇટ ગ્રબ)ના ઉપદ્રવને અંકુશમાં લેવા મીકેનીકલ સ્પ્રે સીસ્ટમનો પધ્ધતીસરનો ઉપયોગ તેમજ સંકલિત જીવાંત નિયંત્રણ અંગે ખેડુતોમાં જાગૃકતા લાવવા  તેમજ આ અંગેની તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી આ પધ્ધતી  વધુમાં વધુ ખેડુતો અપનાવી મગફળી જેવા રોકડીયા પાકનું યોગ્ય ઉત્પાદન તેમજ વળતર મેળવી શકે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા  મગફળી સંરક્ષણ માટે કરવામાં આવેલ આ મહત્વપુર્ણ  કરાર બદલ વૈજ્ઞાનિકો તેમજ ખેડુતો દ્વારા આવકારી હર્ષની લાગણીનો અનુભવે છે. તેમ યુનિવર્સિટીની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(1:16 pm IST)