Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જૂનાગઢ મનપા ચૂંટણીમાં સૌથી વધુ ૬૭૮ર મત ભાજપના વિજેતા ઉમેદવાર મેયર આદ્યાશકિત મજમુદારને

સૌથી ઓછા ર૪ર૭ મતથી પણ ભાજપના રાજુ નંદવાણી વિજેતાઃ વોર્ડ નં.૮માં ભાજપની પરાજીત પેનલને ૩પ૭૪ મત મળ્યા

જુનાગઢ, તા. ર૪ : જુનાગઢ મનપા ચૂંટણીમાં ભાજપે કુલ પ૯ બેઠકોમાંથી પ૪ બેઠક ઉપર કબ્જો જમાવીને કોર્પોરેશનમાં ફરી શાસન મેળવ્યું છે. આ ચૂંટણીમાં કેટલાક રાજકીય અપસેટ પણ સર્જાયા છે.

જેમાં પૂર્વ મેયર લાખાભાઇ પરમાર અને સતીષભાઇ વિરડા સહિત ધુરંધરોને પરાજયનો સામનો કરવો પડયો છે.

આ ચૂંટણીમાં વોર્ડ નં.૧૪ના ભાજપના ઉમેદવાર અને મેયર આદ્યાશકિતબેન મજમુદારને ૬૭૮ર મત મળ્યા છે. તેઓએ પોતાના વોર્ડમાં મતદારો પર પ્રભુત્વ જાળવી રાખવામાં સફળતા મેળવી છે

મેયર શ્રીમતી મજમુદારનો મેયરપદનો કાર્યક્રમ એકંદરે બિનવિવાદી રહ્યો છે.

ભાજપના વિજેતા ઉમેદવારોમાં સૌથી ઓછા ર૪ર૭ મતથી રાજુભાઇ નંદવાણી વિજેતા થયા છે. શ્રી નંદવાણી અગ્રણી વેપારી ઉપરાંત ગુજરાત રાજય ફેરપ્રાઇઝ એસો.ના ઉપપ્રમુખ છે. તેઓએ જણાવેલ કે, ૧૪ ઉમેદવારોના જંગ વચ્ચે તેમનો વિજય થયો છે. વેપારી ઉપરાંત સ્વચ્છ પ્રતિભાને લઇ મતદારોએ રાજુ નંદવાણીને જનપ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હોવાનું શ્રી નંદવાણીએ જણાવ્યું હતું.

શ્રી નંદવાણીએ વધુમાં જણાવેલ કે, વોર્ડ નં.૪ના વિકાસ માટે કોઇ પ્રકારની કસર રાખવામાં આવશે નહિ અને મતદારોએ મુકેલો વિશ્વાસ એળે જવા દઇશ નહિ.

જૂનાગઢના વોર્ડ નં.૮માં રાજકીય અપસેટ સર્જાયો હતો. તમામ વોર્ડને બાદ કરતા આ એક માત્ર વોર્ડમાં ભાજપની પેનલનો પરાજય થયો છે. આ વોર્ડમાંથી ભાજપના ૪ ઉમેદવારોની પેનલને કુલ ૩પ૭૪ મત મળ્યા છે.

જેમાં ભાજપના અલામિયા ચિસ્તીને ૧૧૪પ મત, અમીન હાલાને ૭૪૩ અને કૌશર જુણેજાને ૯૦પ તેમજ જુબેદાબેન સોરઠીયાને મળેલ ૭૮૧ મતનો સમાવેશ થાય છે.

સામા પક્ષે એનસીપીના ચાર ઉમેદવારોની પેનલે ભાજપને પરાજય આપીને કુલ ૧૯પ૧૯ મતથી વિજય મેળવ્યો છે.

વોર્ડ નં.૮ના એનસીપીના ઉમેદવારો સેનીલાબેન પ૧૯ર મતથી,  જબુનનીશા કાદરી ૪ર૩૯ મતથી, અદ્રેમાન પંજા પપ૩૪ મતથી અને વિજય વોરા ૪પપ૪ મતથી વિજેતા જાહેર થયા છે.

આમ વોર્ડ નં.૮માં ભાજપનો રકાસ કરવાની સાથે એનસીપીના ચારેય ઉમેદવારોએ કુલ ૧૯પ૧૯ મત મેળવીને હમ કિસીસે કમ નહિ સાબિત કર્યું છે.

અનસીપીના કુલ રપ ઉમેદવારોએ મનપા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી ચાર જ ઉમેદવારોએ વિજયની વરમાળા પહેરી છે.

જયારે કોંગ્રેસના એક માત્ર મહિલા ઉમેદવાર મંજુલાબેન પરસાણાએ ૩૪૦૧ મતથી વોર્ડ નં.૪માંથી વિજય મેળવીને પોતે કોંગ્રેસમાંથી પોતાની લોકપ્રિયતાને લઇ પોતાનો વિજય પ્રસ્થાપિત કર્યો છે.

(1:16 pm IST)