Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ભાવનગરના આમળા ગામમાં ભત્રીજાની હત્યા કરનાર કાકા બાલા મકવાણાની ધરપકડ

ભાવનગર, તા.૨૪: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા આમળા ગામે ગત રાત્રીના સુમારે કાકા ભત્રીજા વચ્ચે વાડી માંથી પાઇપ લાઇન પસાર કરવાના મામલે ઉશ્કેરાટ નું પરિણામ કાકાના હાથે ભત્રીજાની હત્યામાં પરિણમી હતી. પતિની હત્યાના મામલે પત્નીએ કૌટુંબિક કાકા વિરુદ્ઘ દાઠા પોસઇને ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી યુવાન ભત્રીજાની હત્યા કરનાર આધેડ કાકાની ધરપકડ કરવાની સાથે તપાસ હાથ ધરી છે.

તળાજા પંથકમાં વાડીઓના શેઢા બાબતે વખતો વખત નાની મોટી બબાલ થતી રહેછે. ઉશ્કેરાટમાં આવી એક બીજાપર હુમલો તો કરી બેસેછે પણ તેનંુ પરિણામ કયારેક ભયંકર આવે છે. ગત રાત્રે આમળા ગામે આવજ એક બનાવની દાઠા પોસઇ ગોહિલ પાસેથી મળતી વિગતો મુજબ ગત રાત્રીના આમળા ગામે ઓધાભાઈ પાંચાભાઈ મકવાણાને કૌટુંબિક કાકા બાલાભાઈ અરજણભાઈ મકવાણા સાથે રાત્રી ના ૯.૩૦ના સુમારે વાડીએજ વાડીના શેઢે પાણીની પાઇપ લાઇન નાખવા બાબતે બોલાચાલી થયેલ.

જેમાં ઉશ્કેરાટમાં આવી કાકા બાલાભાઈ મકવાણા એ ભત્રીજા ઓધાભાઈ મકવાણા ઉ.વ.૪૦ને તીક્ષ્ણ હથિયાર માથા, છાતી અને પગના ભાગે મારી દેતા ઓધાભાઈ વાડીમાંજ પડી ગયા હતા.

જેની જાણ ઓધાભાઈના પત્ની ગીતાબેન અને જમાઈ મુકેશ ભીલને થતા બન્ને જણ ઇજાગ્રસ્ત ઓધાભાઈને તળાજા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર લઈ ગયેલ. જયાં રાત્રીના બે કલાકે સારવાર દરમિયાન મોત નિપજેલ હતું. બનાવ ના પગલે મૃતક ઓધાભાઈ મકવાણા ના પત્ની ગીતાબેન ઉવ ૩૭. એ હત્યારા કાકા બાલા અરજણ મકવાણા વિરુદ્ઘ ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી બાલા અરજણભાઇ મકવાણાની ધરપકડ કરી છે.

(11:46 am IST)