Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સવારે ૮ થી ૧૦ માં તાલાળામાં સવા બે ઇંચ, સુત્રાપાડામાં ૧ ઇંચ

ભરૂચ, પોરબંદર, ઉના, માળિયા, ઓલપાડમાં ઝાપટા

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાતમાં આજે સવારથી ૮ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી દેખાય છે. સવારે ૧૦ વાગ્યા સુધીમાં બાકીના ગુજરાતમાં કયાંય વરસાદના વાવડ નથી. સવારે ૮ થી ૧૦માં તાલાળામાં સવાબે ઈંચ અને સૂત્રાપાડામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય ૬ તાલુકાઓમાં હળવાથી ભારે ઝાપટા છે. આજે સવારના ૮ થી ૧૦ વચ્ચેનો સત્તાવાર આંકડા મુજબનો વરસાદ નીચે મુજબ છે.

૨૪ મી.મી. વરસાદ પડે ત્યારે ૧ ઈંચ ગણાય છે.

તાલુકો

મી.મી.

તાલાળા

૫૧

સુત્રાપાડા

૨૫

ભરૂચ

૦૯

પોરબંદર

૦૯

ઉના

૦૮

માળીયાહાટીના

૦૭

વાલીયા

૦૧

ઓલપાડ

૦૧

(11:45 am IST)