Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વડિયા પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદઃ વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો

વડિયા, તા. ર૪ : કાલે સવારથી અશય બફારા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વડિયા અને વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં તોરી રામપુર બરવાળા ભૂખલી સાથરી અને ખજૂરી પીપળીયા સહિતના ગામોમાં ખેતરોમાં અને વોકળાઓમાં પાણી વહેતા થયા હતા.

વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ગરમીથી રાહતનો શ્વાસ લીધો જોકે ખેડૂતોની મુર્જાતી મોલાતને જીવંતદાન પણ મળ્યું છે અને જગતનો તાત ખુશખુશાલ જણાઇ રહ્યો છે તો બીજી તરફ વડિયા જેતપુર સ્ટેટ હાઇવે પર ગોઠણ સમા પાણી ભરાયા અને વૃક્ષો ધરાસાઇ થવાના કારણે કલાક સુધી સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે થોડા સમય બાદ વાહન વ્યવહાર પુર્વવતઃ થયો હતો.

(11:44 am IST)