Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પોરબંદરમાં વૈશાલી હત્યા કેસમાં પતિ બાદ સાસુ-સસરા જેલ હવાલે

નણંદ હજુ ફરારઃ પરીણિતાની બોથડ પદાર્થ મારીને હત્યામાં સાસરિયાવાળા સામે ગુન્હો નોંધાયેલ

પોરબંદર તા. ર૪: ચોપાટી વિસ્તારમાં લોહાણા પરીણિતા વૈશાલીની બોથડ પદાર્થ મારીને હત્યાના ગુન્હામાં પતિ પ્રશાંત ચોલેરાની ધરપકડ બાદ સાસરા રાજેશ ચોલેરા અને કામીનીબેન ચોલેરાની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે હત્યા કેસમાં અમેરિકાથી આવેલ નણંદ પૂજા ચંદ્રેશ ગોવાણી હજુ ફરાર છે. નણંદ પુજા અમેરિકાથી આવ્યાં બાદ ઘરમાં ઝઘડા બાદ પરીણિતાની હત્યા થઇ હતી.

પરીણિતા વેશાલીની હત્યા અંગે તેના ભાટીયા રહેતા માતા પિતાએ વૈશાલીના સાસરિયાવાળા સામે હત્યાના આરોપની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. હત્યા કેસમાં પતિની ધરપકડ બાદ સાસુ સસરાની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે.

(11:41 am IST)